શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની વધી મુશ્કેલી, EDએ મની લોન્ડ્રિંગ કેસમાં દાખલ કરી FIR

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની તો મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. ગંદી ફિલ્મોના રેકેટ મામલે EDએ કુંદ્રા વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. તેના વિરૂદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ FEMA અંતર્ગત આ મામલો દાખલ કરવામાં આવ્યો છે. મુંબઇ પોલિસની ક્રાઇમ બ્રાંચે આ મામલે રાજ કુંદ્રાની છેલ્લા વર્ષે 20 જુલાઇના રોજ ધરપકડ કરી હતી. હાલ તો તે જમાનત પર બહાર છે. કુંદ્રા પર હોટશોટ્સ નામની એ પરથી ગંદી ફિલ્મો શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

કુંદ્રાને છેલ્લા વર્ષે સપ્ટેમ્બરમાં જમાનત મળી હતી. આ કેસ બાદ હવે અભિનેત્રી અને પતિથી જલ્દી પૂછપરછ કરી શકે છે. EDની તપાસમાં સામે આવ્યુ છે કે રાજ કુંદ્રાની કંપનીમાં 13 અલગ અલગ એકાઉન્ટ્સથી પૈસા મોકલવામાં આવ્યા છે. આ ફિલ્મોથી થયેલી કમાણી છે. EDની તપાસ અનુસાર વર્ષ 2019માં રાજ કુંદ્રાએ આર્મ્સ પ્રાઇમ મીડિયા લિમિટેડ નામની એક કંપની બનાવી હતી અને હોટશોટ્સ નામની એપ ડેવલપ કરી. આ હોટશોટ્સ એપને રાજ કુંદ્રાએ બ્રિટનની કેનરિંગ નામની કંપનીને 25 હજાર ડોલરમાં વેચી દીધી હતી.

આ કંપનીના સીઇઓ પ્રદીપ બખ્શી છે જે અસલમાં રાજ કુંદ્રાના જીજાજી છે. પરંતુ આ હોટશોટ્સ એપના મેંટેનેંસ માટે કેનરિંગ કંપનીથી રાજ કુંદ્રાની કંપની વિગાને ટાઇ અપ કર્યુ હતુ. આ મેંટેનેંસ માટે લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન વિહાન કંરનીના 13 બેંક એકાઉન્ટમાં થતા હતા. ED આને મની લોન્ડ્રિંગ માની રહી છે. મુંબઇ પોલિસની ચાર્જશીટ અનુસાર હોટશોટ્સ ગંદી ફિલ્મોનું એક પ્લેટફોર્મ હતુ.

આનાથી ભારતમાં આવી ફિલ્મો બનાવી તેને એપ પર અપલોડ કરવામાં આવતી હતી. તે બાદ તેને જોવા માટે સબ્સક્રિપ્શન વેચવામાં આવતા હતા. સબ્સક્રાઇબરથી થવાવાળી મોટી કમાણીની રકમને મેંટેનેંસના નામ પર ટ્રાંજેક્શન રાજ કુંદ્રાની કંપની વિહાનમાં કરવામાં આવતી હતી. આ રીતે ફિલ્મોથી કમાણીના પૈસા UKથી મેંટેનેંસના નામ પર રાજ કુંદ્રાની કંપનીના એકાઉન્ટમાં આવતા હતા.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, રાજ કુંદ્રા અને તેની તંપની વિયાન સાથે જોડાયેલ બધા બેંક એકાઉન્ટ્સમાં ફિલ્મોની કમાણીના હાઇ વોલ્યુમ ટ્રાંજેક્શન મળ્યા છે. આ પૈસા 13 બેંક એકાઉન્ટ્સથી ટ્રાન્સફર કરવામાં આવતા હતા. તે બાદ આ પૈસાને કેટલાક શેલ કંપનીમાં ફેરવવામાં આવતા અને છેલ્લે રાજ કુંદ્રાના પર્સનલ બેંક એકાઉન્ટમાં આવતા.

Shah Jina