બ્રાઉન આંખો વાળી મોનાલિસાનો મેકઅપ વીડિયો વાયરલ- જુઓ મોનાલિસાનો નવો લુક
મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસાનું બદલાયુ રૂપ, સેલ્ફી-વીડિયો માટે લોકો કરવા લાગ્યા ધક્કા-મુક્કી
મહાકુંભ મેળામાં આવેલા ઘણા લોકો રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે, પરંતુ 16 વર્ષની મોનાલિસાની સુંદરતાની એટલી ચર્ચા થઈ રહી છે કે તેની તસવીરો અને વીડિયો દરેક જગ્યાએ જોવા મળે છે. માળા વેચવા માટે પોતાના પરિવાર સાથે આવેલી મોનાલિસાએ વિચાર્યું પણ નહોતું કે તે આટલી વાયરલ થઈ જશે કે તેના માટે મહાકુંભ મેળામાં રહેવું મુશ્કેલ થઈ જશે.

હકીકતમાં મોનાલિસાના વીડિયો અને તસવીરો એટલી વાયરલ થઈ ગઈ છે કે તેને જોવા માટે લોકોની ભીડ વધી રહી છે. લોકો તેની સામે કેમેરા લઈને ફરતા હોય છે. એવી નોબત આવી ગઇ છે કે તેના પરિવારના સભ્યો તેને ભીડથી બચાવી રહ્યા છે. મોનાલિસાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ખૂબ જ હેરાન કરનારો છે. આ જોઈને કોઈને પણ આશ્ચર્ય થશે કે લોકો આટલા અસંવેદનશીલ કેમના હોઇ શકે. વીડિયોમાં તમે જોશો કે મોનાલિસાને જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.

વીડિયોની ઉપર ટેક્સ્ટ છે- ‘મોનાલિસાને જોવા માટે ઉમટી લાખોની ભીડ.’ મોનાલિસાએ અસ્વસ્થતા જોઈ પોતાનો ચહેરો પણ ઢાંકી દીધો છે, લોકો ત્યાંથી હટતા નથી અને લોકો વચ્ચે ઝપાઝપી પણ થઈ રહી છે. ઘણા લોકો સ્ટોલની સામે હાથમાં કેમેરા લઈને ઉભા છે અને દબાણ કરી રહ્યા છે. આખરે પરિવાર તેને ચહેરો ઢાંકવા માટે એક શાલ આપે છે. તેના પરિવારના સભ્યો પણ લોકોને ત્યાંથી જવાનું કહેતા જોવા મળે છે. આ ઉપરાંત મોનાલિસાનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે,
View this post on Instagram
monalisa_kumbh_07_ રિતિકા કુમારી નામની ઇન્સ્ટાગ્રામ ચેનલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો જેમાં લખ્યું છે, “ફાઇનલ લુકમાં મુંબઈ આવી ચૂકી છું અને સૌથી પહેલા મને પાર્લરમાં લાવવામાં આવી.” વાયરલ વીડિયોમાં તમે જોશો કે મોનાલિસા મોતીનો હાર અને રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે. તે તેની સ્માઇલથી લોકોના દિલ જીતી રહી છે.
View this post on Instagram