પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ-2025ને લઈને ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. ત્યારે મહાકુંભમાંથી કોઇના કોઇના વાયરલ થઇ રહ્યુ છે, જેમાંની એક છે મોનાલિસા, જેની આંખો અને સ્માઇલે લોકોને દિવાના બનાવી દીધા છે. માળા વેચતી વાયરલ ગર્લ મોનાલિસા એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે હવે તેના માટે સામાન્ય દુકાનદારોની જેમ માળા વેચવી મુશ્કેલ થઈ ગઈ છે.
જો કે બીજી એક વિડંબના એ ઉભી થઈ છે કે લોકો તેની બહેનને પણ ‘મોનાલિસા’ કહી રહ્યા છે. જે બાદ મોનાલિસા તેની બહેન સાથે કેમેરા આગળ આવી અને હકિકત જણાવી, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. મોટાભાગના લોકો બંને બહેનોને ક્યૂટ કહેતા જોવા મળે છે. જો તમે બંને છોકરીઓને ધ્યાનથી જુઓ તો તે બંને એકબીજાથી અલગ દેખાય છે. પરંતુ મોનાલિસાની બહેન દાવો કરી રહી છે કે જ્યારે પણ તે ક્યાંક માળા વેચવા જાય છે, ત્યારે લોકો તેને ‘મોનાલિસા’ કહે છે.
તે કહે છે કે ‘હું મોનાલિસા નથી, હું તેના નાના કાકાની દીકરી છું અને તે મારાથી મોટી છે.’ વાતચીત દરમિયાન, છોકરી પોતાનું નામ શિખા કહે છે. ક્લિપમાં મોનાલિસાને વાત કરતા પણ સાંભળી શકાય છે. તે એમ પણ કહે છે કે તે (શિખા) મારા કાકાની દીકરી છે. આ સાથે લગભગ 25-સેકન્ડની ક્લિપ સમાપ્ત થાય છે. જેને અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ વ્યૂઝ અને સાડા ત્રણ હજારથી વધુ લાઈક્સ મળી છે.
मेरी बहन शिखा और मैं एक जैसे ही दिखते हैं, आपको क्या लगता है? pic.twitter.com/e9iSCL58HC
— Monalisa Bhosle (@MonalisaIndb) January 19, 2025