તથ્ય પટેલની માતાએ જો તેના દીકરાને આ વાત શીખવી હોતી તો આટલા લોકોને ના કચડ્યા હોત, જુઓ આ બાઇકરને તેની માતાએ થપ્પડ મારીને રડતા રડતા શું કહ્યું ?, વાયરલ થયો વીડિયો
Motercycle Stunt Video: આજકાલ યુવાનોને ફૂલ સ્પીડમાં બાઈક લઈને જવાનો જબરો ક્રેઝ છે. ઘણીવાર તો તેમને બાઈક લઈને ભાગતા જોઈને આપણને પણ એમ લાગે કે આ એમના જીવનનો છેલ્લો દિવસ હશે. પાછા ઘણા યુવાનો તો બાઈક પર અવનવા સ્ટન્ટ પણ કરતા હોય છે અને તેના કારણે તે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં આવા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જૉઇને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય.
ઉત્તરાખંડ પોલીસે શેર કર્યો વીડિયો :
ત્યારે હાલ ઓનલાઈન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક માતા પોતાના પુત્રને મોટરસાઈકલ પર સ્પીડમાં જતા જોઈને રડવા લાગે છે. આ વીડિયોને ઉત્તરાખંડ ટ્રાફિક પોલીસે તેની X પ્રોફાઇલ પર શેર કર્યો છે. વીડિયો જોઈને ખબર પડે છે કે આ વીડિયો યુટ્યુબ પર પોસ્ટ કરવા માટે જ કરવામાં આવ્યો હશે. ઘણા યુવાનો જેમની પાસે મોંઘી અને ઉચ્ચ ગુણવત્તાની બાઇક છે તેઓ તેમના ડ્રાઇવિંગને રેકોર્ડ કરવા માટે તેમના હેલ્મેટમાં કેમેરા લગાવે છે. આ ટ્રેન્ડ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
બાઇકરને માતાએ મારી થપ્પડ :
આ વીડિયોમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું, જ્યારે એક KTM RC બાઈકર રસ્તાની બાજુમાં તેની માતા સાથે વાત કરતો જોવા મળે છે. આ ઘટના કદાચ ઉત્તરાખંડમાં ક્યાંક બની હશે. વાસ્તવમાં માતા તેના પુત્રને રસ્તા પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ઠપકો આપી રહી હતી. તેને કહેતા સાંભળી શકાય છે કે લોકો તેને ફરિયાદ કરી રહ્યા છે કે તેનું બાળક બેદરકારીથી બાઇક ચલાવે છે. તેણે તેણીને આવું જ કરતી જોઈ, જેના પછી માતા તરફથી આવી પ્રતિક્રિયા આવી.
Nothing is more precious for your mother than your life. Even if you don’t listen to us, #MaaKiSuno. Take care of your own safety and drive slow.#UttarakhandTrafficPolice #DriveSlow #FollowTrafficRules #UttarakhandPoliceCares pic.twitter.com/2Uvffnokhs
— Uttarakhand Traffic Police (Traffic Directorate) (@trafficpoliceuk) August 22, 2023
ભાવુક થઈને રડવા લાગી મા :
માતા તેના પુત્રને ઠપકો આપતા અને બાઇકની ચાવી કાઢી લેતી જોવા મળે છે. માતાએ ગુસ્સામાં પુત્રને થપ્પડ પણ મારી હતી. દીકરો કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે રસ્તા પર બીજું કોઈ નહોતું. તેની માતા રડવા લાગે છે અને ચાલ્યા જાય છે. વીડિયોમાં માતાની પ્રતિક્રિયાથી સ્પષ્ટ થાય છે કે તે સુરક્ષિત નથી. ડુંગરાળ રસ્તા પર જોખમી સ્ટંટ એ મોતને આમંત્રણ છે. વીડિયોમાં રસ્તામાં વળાંક જોઈ શકાય છે. ડુંગરાળ રસ્તાઓ પર વળાંક લેતી વખતે લોકો તેમના હોર્નનો ઉપયોગ કરતા નથી અને એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યારે લોકો બ્લાઇન્ડ સ્પોટ પર વાહનોને ઓવરટેક કરતા હોય ત્યારે અકસ્માતો થયા છે.