ટીવી અભિનેતા મોહિત મલિકની પત્ની અદિતિએ આપ્યો દીકરાને જન્મ, શેર કરી પહેલી ઝલક

લગ્નના 10 વર્ષ બાદ પેરેન્ટ્સ બન્યા મોહિત મલિક અને અદિતિ, દેખાડી બેબી બોયની પહેલી ઝલક

ટીવીના મોસ્ટ પોપ્યુલર શો “કુલ્ફી કુમાર બાજેવાલા”માં કામ કરી ચૂકેલા અભિનેતા મોહિત મલિકની પત્ની અદિતિ છેલ્લા ઘણા દિવસોથી તેની પ્રેગ્નેંસી એન્જોય કરી રહી હતી આ દરમિયાન તેણે થોડા સમય પહેલા જ પ્રેગ્નેંસી ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ શુટની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. હવે મોહિત મલિકની પત્ની અદિતિએ 29 એપ્રિલના રોજ દીકરાને જન્મ આપ્યો હતો.

અદિતિ શિરવાઇકર મલિકે જન્મ બાદ દીકરાની પહેલી ઝલક પણ ચાહકો સાથે શેર કરી છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યુ છે કે, ડિયર યુનિવર્સ, આ આર્શીવાદ માટે આભાર. તે અડધી રાત્રે ઉઠીને રોવુ, બેબી સાથે બીજી અન્ય કેટલીક આવી વસ્તુઓ આવે છે, તેના માટે આભાર. આ દુનિયામાં નાના બેબી બોયને વેલકમ કરીને ઘણી ખુશ છું. આ બેબી સાચેમાં જાદુ છે. હવે અમે બેથી ત્રણ થઇ ગયા.

અદિતિએ તેના દીકરાને ખોળામાં લઇને એક તસવીર શેર કરી છે. તે તેના દીકરાની નાની આંગળીઓ પકડેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Shirwaikar Malik (@additemalik)

આ સાથે મોહિતે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે અદિતિનો હાથ પકડેલો નજરે પડી રહ્યો છે અને બેબી મલિક તેના પારણામાં સૂતા જોવા મળી રહ્યા છે. ચાહકો મોહિત અને અદિતિને માતા-પિતા બનવા પર ઘણી શુભકામનાઓ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mohit Malik (@mohitmalik1113)

તમને જણાવી દઇએ કે, બંનેને લગ્નના બંધનમાં બંધાયે ઘણો સમય વીતી ચૂક્યો છે. બંનેની મુલાકાત પહેલીવાર ટીવી શો “મિલી”ના સેટ પર થઇ હતી.

મોહિતે અદિતીને વર્ષ 2006માં લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા.

ગયા વર્ષે જ નવેમ્બરમાં બંનેએ તેમના પહેલા બાળક વિશે જાણકારી આપી હતી. પહેલા બાળકની ડેટ હવે આગળના મહિને છે અને બંને માટે આ ઘણી ખુશીની વાત છે. અદિતીએ હાલમાં જ થોડા સમય પહેલા પ્રેગ્નેંસી શુટ કરાવ્યુ હતુ, જે ખૂબ વાયરલ થયુ હતુ.

મોહિતે ટીવી શો “મિલી”થી તેના કરિયરની શરૂઆત કરી હતી અને તે બાદ તે “દિલ મિલ ગએ” “જબ લવ હુઆ” “પરી હું મેં” “ગોદ ભરાઇ” “સૂર્યા ધ સુપરકોપ” “ફુલવા” અને “ડોલી અરમાનો કી” જેવા શોમાં જોવા મળ્યા છે. મોહિત “ઝલક દિખલા જા 8″માં પણ જોવા મળ્યો હતો.

Shah Jina