કરોડોના ફાર્મ હાઉસનો માલિક છે, ભારતીય ટીમનો આ ફાસ્ટ બોલર, ઘરની અંદર છે આટલી લક્ઝુરિયસ સુવિધાઓ, જુઓ તસવીરો

ભારતીય ટીમના આ બોલર પાસે છે 150 વીઘામાં ફેલાયેલું ફાર્મ હાઉસ, જુઓ તસવીરોમાં લક્ઝુરિયસ સુવિધાઓ,કિમંત જાણીને આંખો થઇ જશે પહોળી

બોલીવુડના સિતારાઓ સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ તેમની રમત સાથે સાથે તેમના લક્ઝુરિયસ જીવનને લઈને ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. આ ખેલાડીઓ આલીશાન જીવન વિતાવે છે. તેમનું ઘર, ગાડી અને ફાર્મ હાઉસની તસવીરો પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

એવા જ એક સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીના ફાર્મ હાઉસની આજે આપણે ચર્ચા કરીશું. ક્રિકેટના મેદાન ઉપર પોતાની બોલિંગ દ્વારા તરખાટ મચાવનાર મોહમ્મદ શમી તેના વૈભવી જીવનને લઈને પણ ચર્ચામાં રહેતો હોય છે.

શમીનું ફાર્મ હાઉસ ઉત્તર પ્રદેશના અમોરહા જિલ્લાના અલીનગર વિસ્તારમાં આવેલું છે. આ ફાર્મ હાઉસ ખુબ જ સુંદર છે. જે લગભગ 150 વિઘાની અંદર ફેલાયેલું છે.

મોહમ્મદ શમીના આ ફાર્મ હાઉસની કિંમતની જો વાત કરવામાં આવે તો મીડિયા ખબર અનુસાર આ ફાર્મ હાઉસની કિંમત 12થી 15 કરોડ રૂપિયા વચ્ચે છે. શમી પોતાની બોલિંગની પ્રેક્ટિસ પણ અહીંયા જ કરે છે.

મોહમ્મદ શમીના આ સુંદર ફાર્મ હાઉસનું નામ છે “હસીન ફાર્મ” હાઈવેના કિનારે પોતાના ગામ સહસપૂર અલિનગર પાસે આ કરોડો રૂપિયાની જમીનનો માલિક છે મોહમ્મદ શમી.

મોહમ્મદ શમીએ વર્ષ 2015માં ગામની પાસે હાઇવે કિનારે 150 વીઘા જમીન ખરીદી હતી. તેની રજિસ્ટ્રી પોતાના નામે જ કરાવી હતી અને તેને ફાર્મ હાઉસના રૂપમાં બદલીને પત્ની હસીન જહાંના નામ ઉપર “હસીન ફાર્મ હાઉસ” રાખ્યું છે.

શમીએ આ ફાર્મ હાઉસમાં પ્રેક્ટિસ નેટ અને ઘણી પીચ પણ બનાવી છે. ગયા વર્ષે લોકડાઉનમાં સુરેશ રૈના, ભુવનેશ્વર કુમાર સહીત ઘણા ખેલાડીઓ તેના ફાર્મ હાઉસ ઉપર અભ્યાસ કરવા માટે પહોંચ્યા હતા.

શમીએ અહીંયા ખુબ જ પરસેવો વહાવીને પોતાની જાતને ફિટ રાખે છે. આજના બજાર ભાવ પ્રમાણે જોવા જઈએ તો આ 150 વીઘા ફાર્મ હાઉસની કિંમત 12થી 15 કરોડ રૂપિયાની વચ્ચે છે.

મોહમ્મદ શમી તેની રમત ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં આવ્યો હતો. હાલ તે ક્રિકેટ ઉપર જ પોતાનું ધ્યાન ફોકસ કરી રહ્યો છે.

Niraj Patel