બ્લોકબસ્ટર ફિલ્મ “મોહબ્બતેં”થી રાતોરાત ફેમસ થઇ જનાર આ ચોકલેટી બોય આજ-કાલ કયાં છે ? ભારત છોડી વિદેશમાં વસાવ્યુ ઘર

ફિલ્મોથી દૂર હવે આ કામ કરી રહ્યા છે મહોબ્બતેં અભિનેતા, ના ચાલ્યુ કરિયર તો 7 વર્ષ પહેલા…જુઓ PHOTOS

ફિલ્મ ‘મોહબ્બતેં’માં સમીર શર્માની ભૂમિકા ભજવનાર એક્ટર જુગલ હંસરાજ 49 વર્ષનો થઈ ગયો છે. 26 જુલાઈ 1972ના રોજ મુંબઈમાં જન્મેલા જુગલે બાળ કલાકાર તરીકે વર્ષ 1983થી ફિલ્મ માસૂમથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો પરંતુ હીરો તરીકે તેણે તેની પહેલી ફિલ્મ ‘પાપા કહેતે હૈ’ હતી. જોકે, તેને 2000માં આવેલી ‘મોહબ્બતેં’થી જ ખ્યાતિ મળી હતી. ચોકલેટી બોયની ઈમેજ સાથે જુગલની પણ આ પહેલી હિટ ફિલ્મ હતી. જો કે આ મલ્ટિસ્ટારર ફિલ્મ પછી તે કોઈ હિટ ફિલ્મ આપી શક્યો નહીં અને ધીરે ધીરે તેની ફિલ્મી કરિયરનો અંત આવી ગયો.

વર્ષ 1983માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર હંસરાજ જુગલને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. જુગલ હંસરાજ 1994માં આવેલી ફિલ્મ ‘આ ગલે લગ જા’માં લીડ એક્ટર તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે ઉર્મિલા માતોંડકર જોવા મળી હતી. જુગલે જ્યારે બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારે તેના ચોકલેટી લુક અને વાદળી આંખોએ બધાને દિવાના બનાવી દીધા હતા.

જુગલ હંસરાજ વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘મોહબ્બતેં’માં જોવા મળ્યો હતો. જુગલને આ ફિલ્મથી મોટો બ્રેક મળ્યો. જુગલ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો ન હતો પરંતુ તેના રોમેન્ટિક પાત્રે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, જુગલ બોલિવૂડમાં ખાસ સ્થાન બનાવી શક્યો નહોતો. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી અને તેણે બોલિવૂડને અલવિદા કહી દીધું.

છેલ્લા ઘણા સમયથી જુગલ ફિલ્મી પડદાથી દૂર છે. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે જુગલને કામ મળતું બંધ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં કરણ જોહરે તેની મદદ કરી. જુગલ હાલમાં કરણ જોહરના પ્રોડક્શન હાઉસમાં ક્રિએટિવ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે. જુગલ અને કરણ જોહર બાળપણના મિત્રો છે. હાલમાં, જુગલ ધર્મા પ્રોડક્શનમાં ફિલ્મોની સ્ક્રિપ્ટ પસંદ કરવાનું કામ કરે છે.

જુગલે કરણને તેની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું હિટ ટાઈટલ ટ્રેક આપ્યું હતું. જુગલ હંસરાજે ‘કુછ કુછ હોતા હૈ’ ગીતની પ્રથમ આઠ પંક્તિઓ અને સૂર આપ્યા હોવાનું કહેવાય છે. આ કામ મુંબઈની એક રેસ્ટોરન્ટમાં નાઈટ આઉટ દરમિયાન થયું હતું. કરણને આ બહુ ગમી. તે ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું હતું અને તે સૌથી લોકપ્રિય રોમેન્ટિક ગીત છે. આ દિવસોમાં અભિનેતા તેના પરિવાર સાથે ન્યૂયોર્કમાં રહે છે. તેમને એક પુત્ર પણ છે.

જુગલ હંસરાજે 2014માં તેની NRI ગર્લફ્રેન્ડ જાસ્મીન સાથે લગ્ન કર્યા હતા. જુગલ અને જાસ્મીનના લગ્ન ઓકલેન્ડમાં થયા હતા. ખાનગી સમારોહમાં યોજાયેલા આ લગ્નમાં બહુ ઓછા લોકો હાજર રહ્યા હતા. જુગલ હંસરાજના લગ્નના સમાચાર ત્યારે જાહેર થયા જ્યારે તેના મિત્ર ઉદય ચોપરાએ ટ્વિટર પર લખ્યું, “મારા મિત્ર જુગલ હંસરાજે મિશિગન (ઓકલેન્ડ)માં જાસ્મીન સાથે લગ્ન કર્યા છે.

આ નવા યુગલને સુખી જીવનની શુભેચ્છા. “જુગલની પત્ની જાસ્મીન ન્યૂયોર્કમાં એક ઇન્વેસ્ટ બેંકર છે. જુગલ અને જાસ્મિનને એક પુત્ર પણ છે, જેનું નામ સિદક છે. જુગલ હંસરાજે તેની કારકિર્દીમાં કુલ 18 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં માસૂમ, જુઠા બચ્ચા, સલ્તનત, કર્મ, લોહા, હુકુમત, આ ગલે લગ જા, ધ ડોન, પાપા કહેતે હૈ, ગુદગુુદી, મોહબ્બતેં, હમ પ્યાર તુમ્હી સે કર બેઠે, સલામ નમસ્તે, આજા નચલે, રોડસાઇડ રોમિયો, પ્યાર ઇમ્પોસિબલ અને કહાની 2 છે.

Shah Jina