મોંઘવારી પર PM મોદી બોલ્યા, જયારે દુનિયા ડૂબી રહી છે, ત્યારે ભાઈઓ એકમાત્ર ભારત સ્થિરતાથી આગળ…

PM મોદી ગઈકાલે જામનગરમાં પોતાની જાહેર સભા દરમિયાન અનેક વાતો કરી હતી જેમાં દેશમાં સતત ચાલી રહેલી મોંઘવારી મુદ્દે પહેલીવાર બોલ્યા હતા. દેશમાં તેઓએ સતત વધી રહેલી મોંઘવારીનો પરોક્ષ રીતે બચાવ કર્યો હતો.

અહીં તેમણે કહ્યું કે, આપણા દેશમાં મોંઘવારી વધી રહી છે પરંતુ દેશના વિકસિત દેશોમાં આપણા કરતા તો અનેક ગણી મોંઘવારી છે. બ્રિટને છેલ્લા 50 વર્ષમાં ન જોઇ હોય તેવી મોંઘવારીનો સામનો કરી રહી છે. અમેરિકામાં 45 વર્ષમાં ન આવી હોય તેવી મોંઘવારી છે. વિકાસદર બેસી ગયા છે અને વ્યાજદર વધી રહ્યા છે.

જ્યારે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ડુબી રહ્યું છે ત્યારે દેશ સ્થિરતાથી આગળ પણ વધી રહ્યું છે. PM મોદીએ વધુમાં કહ્યું કે, દુનિયાની સરખામણીએ આપણો દેશ આજે મજબૂત સ્થિતિમાં છે અને આપણા દેશની મજબૂત સ્થિતિ જોઈને કેટલાક લોકોની સવારની ચા બગડી જતી હશે.

દુનિયાભરના લોકો લખે છે આખું વિશ્વ મંદીના મોજામાં ડૂબી રહ્યું છે છે અને વર્લ્ડ બેંક અને IMFવાળા લખે છે. મોટા મોટા અર્થશાસ્ત્રીઓ લખે કે આખી દુનિયા મંદી તરફ ગતિ કરી રહી છે. PM મોદીએ કહ્યું કે, વિકસિત દેશોના વિકાસદર બેસી ગયા છે. વિકસિત દેશોમાં વ્યાજદર વધી ગયા છે. આખી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ઉથલપાથલ મચી ગઈ છે,

પરંતુ એક માત્ર ભારત, સ્થિર ગતિથી ડગ આગળ માંડી રહ્યું છે. જી હા… ભારત મક્કમતાથી ડગ આગળ માંડી રહ્યું છે. 2014 પહેલાં ભારતનું અર્થતંત્ર દુનિયામાં 10 માં નંબરે હતું. આપણે આઠ વર્ષમાં જ દસમા નંબરથી કૂદકો લગાવીને પાંચમા નંબરે પહોંચી ગયા છે.

ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર ચાલતી બુલડોઝર મામલે PM એ ભરપૂર વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે, મૃદુ અને મક્કમ CMનો અનુભવ ગુજરાતને બરાબર થયો છે. સમુદ્રની પટ્ટી ઉપર ગેરકાયદેસર બાંધકામો કરી કરીને જે લોકોએ દબાણ કર્યું હતું એ ચુપચાપ સફાચટ કરી દેવામાં આવ્યાં છે.

YC