આણંદમાં બાઈક લઈને જઈ રહેલા યુવકના ખિસ્સામાં રહેલો મોબાઇલ અચાનક ધડામ દઈને ફાટ્યો, યુવકે બાઈક પરનો કાબુ ગુમાવ્યો અને પછી…

આણંદમાં બાઈક લઈને જઈ રહ્યો હતો યુવાન, અચાનક ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, હિમ્મત હોય તો જ જોજો PHOTOS

Mobile Blast in Anand : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટની બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે, તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે, તો વળી હાલ ઉનાળોનો માહોલ છે અને કાળઝાળ ગરમીના કારણે પણ ઘણીવાર અકસ્માત થવાના બનાવો સામે આવતા રહે છે, ત્યારે હાલ એક મામલો આણંદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા અકસ્માતનો ભોગ બન્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ  નજીક આવેલા આંકલાવના આસોદર માર્ગ પર એક યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે જ તેને પોતાની બાઈક પરનો કાબુ ગુમાવ્યો અને રોડ પર પટકાયો હતો. જેના બાદ લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારબાદ અકસ્માત પાછળનું કારણ સામે આવતા જ સૌના હોશ ઉડી ગયા હતા. અકસ્માત પાછળનું કારણ એવું હતું કે યુવકના ખીસામાં રહેલો મોબાઈલ ફાટ્યો હતો અને મોબાઈલના બે ટુકડા થઇ ગયા હતા. મોબાઈલ ફાટવાના કારણે જ યુવકે ચાલુ બાઈક પરથી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને અકસ્માનો ભોગ બન્યો હતો.

આ મામલે હજુ યુવક કોણ છે અને તેના ખિસ્સાંમાં રહેલો મોબાઈલ કઈ કંપનીનો છે, તેમજ શા કારણે મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો તે હજુ સુધી સામે નથી આવ્યું. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. યુવક પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતા જ આંકલાવ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.

 

Niraj Patel