આદિવાસી નેતા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર: કહ્યુ- ‘મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો’ પોલીસ સ્ટેશને સમર્થકો ઊમટ્યા

MLA Chaitar Vasava present at police station : ગુજરાતના રાજકારણમાં હાલના સમયમાં મોટી હલચકલ જોવા મળી રહી છે. જેમાં ગત બુધવારના રોજ વિસાવદરના આપ ધારાસભ્ય રાજીનામુ આપીને બીજેપીમાં જોડાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે આ દરમિયાન વધુ એક નવી અપડેટ પણ સામે આવી છે. જેમાં આજે ગુરુવારના રોજ ડેડીયાપાડામાં આપના ફરાર ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઇ ગયા છે અને તેમને સરેન્ડર પણ કરી દીધું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે પોલીસ સ્ટેશનમાં થશે હાજર :

ત્યારે આ મામલામાં પોલીસે ચૈતર વસાવાની પત્ની સમેત ત્રણ લોકોની ધરકપકડ પણ કરી હતી. ત્યારે હવે આ મામલે એવી પણ અટકળો સામે આવી છે કે ચૈતર વસાવા ભાજપમાં સામેલ થઇ શકે છે. જો કે આ મામલે કોઈ અધિકારીક નિવેદન સામે નથી આવ્યું, પરંતુ ચૈતર વસાવાને અગાઉ પણ ભાજપમાં જોડાવવાની ઓફરો મળી ચુકી હતી. અગાઉ ચૈતર વસાવાએ વીડિયો જાહેર કરીને સરકાર પર અનેક આરોપો પણ લગાવ્યા હતા.

વીડિયો શેર કરીને સરકાર પર લગાવ્યા હતા આરોપ :

તેમને કહ્યું હતું કે, “નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.”

એક મહિનાથી હતો ફરાર :

તમને જણાવી દઈએ કે ડેડીયાપાડાના એક વનકર્મીને માર માર્યાના કેસ બાદ ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેના માટે તેમને હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી, પ્રાનુત હાઇકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. જેના બાદ હવે એક મહિના પછી તે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. જેને લઈને ડેડીયાપાડા ખાતેની તમામ ચેકપોસ્ટ પર પણ સઘન તપાસ હાથ ધરાઈ રહી હ્ચે અને ત્યાંથી અવર જવર કરતા તમામ વાહનોને રોકી તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.

Niraj Patel