રણબીર કપૂરની અભિનેત્રી મિનિષાએ કર્યો કાસ્ટિંગ કાઉચ પર હેરાન કરી દેનાર ખુલાસો, બોલી- રાત્રે જમવા બોલાવતા હતા

રણબીર કપૂરની અભિનેત્રીએ બોલીવુડના કાંડનો ભાંડો ફોડ્યો, જાણો આ હસીના સાથે શું શું થયું

બોલિવુડ અભિનેત્રી અને “બિગબોસ” સિઝન 8ની કંટેસ્ટન્ટ રહેલી મિનિષા લાંબા છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટમાં છે. હાલમાં જ તેણે તેના પતિ રેયાન થામ સાથે તલાક લીધા બાદ તેને ફરીથી પ્રેમ થઇ ગયો હતો. આ વચ્ચે અભિનેત્રીએ વધુ એક ખુલાસો કર્યો છે.  તેણે જણાવ્યુ કે, કેવી રીતે ઇન્ડસ્ટ્રીમાં તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડયો હતો અને મેકર્સ તેને રાત્રે ઘરે બોલાવતા હતા.

વર્ષ 2005માં બોલિવુડમાં પગ મૂકનાર અભિનેત્રી મિનિષા લાંબાનું કહેવુ છે કે, તેમણે કાસ્ટિંગ કાઉચનો અનુભવ કર્યો છે. અભિનેત્રી અનુસાર, તેમણે ઘણીવાર તેનો સામનો કર્યો છે અને માત્ર લોકોથી ઓફિસમાં જ મળવા પર જોર આપી વાતને ના સમજવાની એક્ટિંગ કરી આ વાતોને સંભાળી.

એક ઇન્ટરવ્યુમાં મિનિષા લાંબાએ કહ્યુ કે, કોઇ ફિલ્મની ચર્ચા કરવા માટે રાત્રે જમવા પર મળવાનું કહેવામાં આવતુ, પરંતુ તેમણે ઓફિસમાં બેઠક પર જોર આપ્યુ. અભિનેત્રી એ ખુલાસો કર્યો છે કે, એક કે બે મોકા પર ઓફર ના સ્વીકાર કરવા પર તેમના પર દબાણ પણ બનાવવામાં આવ્યુ હતુુ.

રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ સાથે વાત કરતા મિનિષાએ કહ્યુ કે, મને લાગતુ હતુ કે કોઇ પણ ઉદ્યોગમાં જયાં પુરુષ હોય છે, ઘણા બધા પુરુષ એવી રીતની કોશિશ કરનાર હોય છે. આ ઇન્ડસ્ટ્રી પણ અલગ નથી. મને નિશ્ચિત રૂપથી આવી વસ્તુઓનો સામનો કરવો પડ્યો છે, જેમ એક વ્યક્તિ ફિલ્મની પુષ્ટિ કરી રહ્યો છે અને કહી રહ્યો છે, ‘તમે રાત્રે જમવા પર કેમ નથી મળતા ?’ ચાલો વાત કરીએ.

મેં આના પર જવાબ આપ્યો કે, ના, આપણે ઓફિસમાં કેમ નથી મળતા ? મને રાતના જમવા વિશે ખબર નથી પરંતુ હું ફ્રી છું. જો તમે આગળ ચર્ચા કરવા ઇચ્છો છો તે આપણ એક સાથે સમય નિર્ધારિત કરી શકીએ અને કાલે ઓફિસમાં મળી શકીએ છીએ. મેં આવી રીતે વાતની સંભાળી. આ મારી સાથે મારા સામે વધારે ના થયુ પરંતુ જયારે પણ થયુ ત્યારે મેં આવી રીતે સંભાળ્યુ. જયાં મેં એ દેખાડો કર્યો કે હું તેમને સમજી શકી નથી.

મિનિષાએ કહ્યુ કે, ઘણીવાર વસ્તુને અનદેખી કરીને આવા વ્યવહારથી પોતાને બચાવતી હતી, જેને કારણે પ્રોજેક્ટ્સ ગુમાવવા પડ્યા. તે કહે છે કે, એક-બે વાર એવું થયુ જયારે મારા હાથમાં આવેલા પ્રોજેક્ટને ગુમાવવા પડ્તા. મિનિષાએ સ્પષ્ટ કહ્યુ કે, ફિલ્મ નિર્માતાા ઘણીવાર ઓફિસની જગ્યાએ બહાર મળવા પર જોર કરતા હતા.

મિનિષાની ફિલ્મોની વાત કરીએ તો, તે “હનીમુન ટ્રેવલ્સ પ્રાઇવેટ લિમિટેડ” અને “બચના એ હસીનો” જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તે રાજ આશુની “કુતુબ મિનાર”માં જોવા મળશે, ફિલ્મમાં અભિનેતા કરણવીર બોહરા પણ છે.

Shah Jina