રણબીર કપૂર સાથે પડદા પર ઇશ્ક ફરમાવી ચૂકેલી 40 વર્ષની આ હિરોઇને શેર કરી એવી તસવીરો કે નિહારતા રહી ગયા લોકો

જો તમે આ હસીનાને ઓળખી નથી, તો જણાવી દઈએ કે તે સ્ક્રીન પર રણબીર કપૂર સાથે ઇશ્ક ફરમાવી ચૂકી છે. જો કે તેમ છતાં પણ તેની કારકિર્દીને વધુ વેગ મળ્યો નહિ અને તે ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઇ. જો કે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી તેનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. મિનિષા લાંબા 18 જાન્યુઆરીએ 40 વર્ષની થઈ અને તેણે પોતે તેના જન્મદિવસ પર પોસ્ટ કરી પોતાને અભિનંદન આપ્યા.

અભિનેત્રીએ બીચ વેકેશન પર બિકિની બોડી ફ્લોન્ટ કરી અને તસવીરો શેર કરી. આ તસીવરો જોઇ ચાહકો પણ તેના પરથી નજર નથી હટાવી શકતા. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર જન્મદિવસની અદ્ભુત તસવીરો શેર કરી. મિનિષાએ આ પોસ્ટને કેપ્શન આપ્યું, ‘મને જન્મદિવસ મુબારક હો ! #happybirthday #birthday #birthdaycake #instalike.’ તસવીરોમાં અભિનેત્રી ધૂપને એન્જોય કરતી જોવા મળી રહી છે.

જો કે તેણે કોઈ લોકેશન ટેગ નથી કર્યું પરંતુ તસવીરો થાઈલેન્ડના ફી આઈલેન્ડની હોય તેવું લાગી રહ્યું છે. મિનિષા સ્વિમસૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, મિનિષા છેલ્લે ફિલ્મ ‘ભેજા ફ્રાય 2’માં જોવા મળી હતી, આ સિવાય અભિનેત્રી 2014માં બિગ બોસની 8મી સીઝનનો પણ ભાગ રહી ચૂકી છે. આ દિવસોમાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.

મિનિષાએ વર્ષ 2005માં ‘યહાં’થી શરૂઆત કરી હતી, તેની ફિલ્મોમાં ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ’, ‘બચના એ હસીનો’, ‘વેલ ડન અબ્બા’ અને ‘ભેજા ફ્રાય 2’નો સમાવેશ થાય છે. 2014માં તેણે સલમાન ખાનના શો ‘બિગ બોસ 8’માં પણ ભાગ લીધો હતો. પરંતુ ટૂંક સમયમાં તે બહાર થઈ ગઇ. ધર્મેન્દ્ર, ગિપ્પી ગ્રેવાલ, ગુરપ્રીત ઘુગ્ગી, કુલરાજ રંધાવા અને પૂનમ ઢિલ્લોં સાથે તેની છેલ્લી ફિલ્મોમાંની એક ‘ડબલ દી ટ્રબલ’ હતી. તે હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરૂર’માં પણ જોવા મળી હતી.

મિનિષા લાંબાએ 6 જુલાઈ 2015ના રોજ રેસ્ટોરન્ટના માલિક અને પૂજા બેદીના કઝિન રયાન થામ સાથે લગ્ન કર્યા હતા. જો કે ઓગસ્ટ 2020માં કપલે છૂટાછેડાની જાહેરાત કરી. જુલાઈ 2021માં મિનિષાએ બિઝનેસમેન આકાશ મલિક સાથેના તેના સંબંધોને દુનિયા સમક્ષ જાહેર કર્યા હતા. જો કે બંનેએ હજુ લગ્ન કર્યા નથી.

Previous Article

3 ટાવર, 12-12 માળ, હોસ્પિટલ, લાઇબ્રેરી-કેન્ટીન....150 કરોડમાં તૈયાર થયુ RSSનું નવું હેડક્વાટર- જુઓ અંદરની તસવીરો

Next Article

રીલના ચક્કરમાં ટ્રેન આગળ સૂઇ ગયો 15 વર્ષનો છોકરો, ધડધડ કરીને નીકળી ટ્રેન અને પછી...જુઓ તસવીરો

error: Protected Content!