ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું’માં કપિલ શર્માની પત્નીની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી એક્ટ્રેસ મંજરી ફડનીસે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. કપિલ શર્માની પહેલી ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું’માં મંજરીના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ઉપરાંત તે ‘આદ્રશ્ય’ અને ‘બરોત હાઉસ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. ત્યારે હાલમાં મંજરી તેની તસવીરોને કારણે હેડલાઇન્સમાં છે. મંજરીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે રેડ આઉટફિટમાં ઝરણા (ધોધ) નીચે કિલર સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

મંજરી રેડ ઓપન સાડીમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. મંજરી આ દરમિયાન તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મંજરી તેની કાતિલાના અદાઓથી ચાહકોના દિલ જીતી રહી છે. જણાવી દઇએ કે, મંજરીએ ફિલ્મ ‘ધ યુપી ફાઇલ્સ’માં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે હેડલાઇન્સમાં આવી હતી. આ ફિલ્મ વિશે વાત કરતી વખતે, મંજરીએ ઘણી રસપ્રદ વાતો શેર કરી.

અભિનેત્રીએ જણાવ્યું કે તેની ફિલ્મ ‘ચલતી રહે જિંદગી’ લોકડાઉન દરમિયાન એક ઘરમાં ફસાયેલા ત્રણ પરિવારોની કહાની છે. ફિલ્મમાં, એક બ્રેડવાળો આ ત્રણેયને જોડે છે. લોકડાઉન દરમિયાન ઘરે કંટાળો ટાળવા માટે ડાયરેક્ટર આરતી બગડીએ આ ટૂંકી ફિલ્મ લખી હતી. તેણે પોતાની સોસાયટીમાં હાજર એક DOP અને એક્ટર્સનો ઉપયોગ કરી તેને બનાવી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ ક્રૂ નહોતા અને તે એક સંપૂર્ણપણે અનોખો પ્રયાસ હતો.

મંજરી ફડનીસ ઓટોટી પર ફરી એકવાર ‘ફ્રીલાન્સર પાર્ટ 2’માં જોવા મળી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે મંજરીએ તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું હતું. જુનિયર એનટીઆર, અલ્લારી નરેશ જેવા ઘણા તેલુગુ સુપરસ્ટાર સાથે હિટ ફિલ્મો કર્યા પછી મંજરી સાઉથ ફિલ્મ ઉદ્યોગથી દૂર થઈ ગઈ.

મંજરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, “મેં જાણી જોઈને સાઉથની ફિલ્મોથી દૂરી બનાવી નથી. કમનસીબે, આ ફિલ્મો પછી મને સારા રોલ મળ્યા નથી.” મંજરીએ વધુમાં કહ્યું કે તે જાણતી હતી કે દર્શકો દક્ષિણ અને ખાસ કરીને હૈદરાબાદ મને ખૂબ પ્રેમ કરે છે. આજે પણ જ્યારે હું ત્યાં જાઉં છું, ત્યારે મને તે પ્રેમનો અનુભવ થાય છે. પણ મેં ખૂબ રાહ જોઈ. મને ખબર નથી કે શું થયું, મને દક્ષિણની ફિલ્મોમાં જે પ્રકારનું કામ કરવા માંગતી હતી તે કરવાની તક મળી નહીં.

હું ‘ફ્રીલાન્સર 2’ માટે ખૂબ જ ઉત્સાહિત છું.” મંજરીએ ‘ફ્રીલાન્સર’માં મોહિત રૈના સાથે કામ કરવાના અનુભવ વિશે પણ વાત કરી. તેણે કહ્યું, “મને મોહિત સાથે કામ કરવાની ખરેખર મજા આવી. એક સારા કો-એક્ટર હોવા ઉપરાંત, તે એક સારા વ્યક્તિ પણ છે. હું તેના માટે ખૂબ ખુશ છું.

‘ફ્રીલાન્સર’ હોય કે ‘મુંબઈ ડાયરીઝ’, તેમની બધી સીરીઝ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. તેમના અભિનયના પણ વખાણ થઈ રહ્યા છે. સાચું કહું તો, મોહિત આને લાયક છે. જ્યારે તમારી પાસે મોહિત જેવો કો-એક્ટર હોય ત્યારે સહ-અભિનેતાનું અડધું કામ તે પોતે જ કરે છે.” વેબ સિરીઝ ‘ધ ફ્રીલાન્સર’ હોટસ્ટાર પર આવી હતી.
Instagram पर यह पोस्ट देखें