6 પત્ની, 16 બાળકો…65 વર્ષના કરોડપતિએ કર્યા 16 વર્ષની સુંદર ફિગર વાળી છોકરી સાથે લગ્ન- પૈસાની ભૂખ હશે કે શું? જુઓ તસવીરો
Brazilian mayor marries 16 year girl : ઘણીવાર એવી એવી પ્રેમ કહાનીઓ આપણી સામે આવે છે કે જાણી હેરાન રહી જઇએ. હાલમાં તો અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. એક 65 વર્ષના કરોડપતિએ 16 વર્ષની સ્કૂલે જતી છોકરી સાથે લગ્ન કરી લીધા. આ લગ્નને લઈને લોકો ખૂબ જ નારાજ છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બ્રાઝિલના મેયર હિસામ હુસૈન દેહેની છે. વિરોધના કારણે તેણે નોકરી પણ છોડી દીધી છે.
બીજી તરફ તેણે 15 એપ્રિલે જે છોકરી સાથે લગ્ન કર્યા તે ચાઇલ્ડ બ્યુટી ક્વીન કૌએને રોડ કૈમાર્ગો છે. લગ્નના ચાર દિવસ પહેલા જ તે 16 વર્ષની થઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવો દાવો કરવામાં આવ્યો છે કે દેહેની 14 મિલિયન બ્રાઝિલિયન રિયાલ સંપત્તિના માલિક છે. તેમના લગ્ન સમયે તેઓ પરાના રાજ્યમાં અરાકુરિયાના મેયર તરીકે બીજા કાર્યકાળમાં હતા. તેમણે કૌએને સાથે લગ્ન કર્યા પછી સિદદાનીયા રાજકીય પક્ષમાંથી રાજીનામું આપવું પડ્યું.
બીજી એક વાત સામે આવી કે દેહેનીએ લગ્ન પહેલા તેની દુલ્હનના બે સંબંધીઓને ટોચની નોકરી આપી હતી. જેમાં બાળકીની માતા અને આંટીનો સમાવેશ થાય છે. મેઇલ ઓનલાઇનના અહેવાલ મુજબ, કૌએનેની 36 વર્ષીય માતા સંસ્કૃતિ અને પર્યટનની નવી શહેર સચિવ બન્યા પછી પગારમાં $1500 નો વધારો થયો છે. આ સાથે તેના આંટીને જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જો કે, એવું જાણવા મળ્યું કે મેયરે તેમના પદનો દુરુપયોગ કરીને તેમને નોકરી અપાવી છે, ત્યારે બંનેને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. દેહેની છ વખત લગ્ન કરી ચૂક્યા છે. તેમના પ્રથમ લગ્ન 1980માં થયા હતા. તે 16 બાળકોના પિતા છે. વર્ષ 2000માં ડ્રગ્સની દાણચોરીના કેસમાં પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તે 100 દિવસથી વધુ સમય સુધી કસ્ટડીમાં રહ્યા હતા. બાદમાં આ મામલાની તપાસ બંધ કરી દેવામાં આવી હતી.
કાયદા મુજબ બ્રાઝિલમાં 16 વર્ષની ઉંમરમાં છોકરીઓ સાથે લગ્ન કરવા એ ગુનો નથી. આ માટે માતા-પિતાની પરવાનગી લેવી જરૂરી છે. દેહેનીની નવી પત્ની હજુ પણ શાળાએ જાય છે. તેણે તેના લગ્નના દિવસને તેના જીવનનો સૌથી ખુશ દિવસ ગણાવ્યો છે. તેણે દેહૈની સાથે પોતાની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ- મારા જીવનનો સૌથી મોટો પ્રેમ, ખૂબ ખૂબ ધન્યવાદ.