આવો પૈસાવાળો દૂધ વેચનાર તમે કયારેય નહિ જોયો હોય, જે લાખો રૂપિયાની હાર્લી ડેવિસન બાઈક પર કેન લટકાવીને વેચે છે દૂધ.. વીડિયો થયો વાયરલ, જુઓ

હાર્લી ડેવિસન પર કેન લટકાવીને દૂધ વેચવા જતા આ ભાઈને જોઈને લોકો બોલ્યા.. “કમાણી તો આ ધંધામાં જ છે..” જુઓ વીડિયો

આપણા દેશમાં ઘણા બધા એવા લોકો છે જે પોતાનું કામ કરવા માટે એવા એવા જુગાડ વાપરતા હોય છે કે જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. તમે દૂધ વેચવાવાળાને તો જોયા જ હશે. જે સાઇકલ કે બાઈક લઈને આવતા હોય છે, ત્યારે હાલ એવા એક દૂધ વેચવાવાળાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે લાખો રૂપિયાની હાર્લી ડેવિસન બાઈક લઈને દૂધની ડિલિવરી આપવા માટે જાય છે.

મોંઘી બાઇકના સપના દરેક લોકો જોતા હોય છે, પરંતુ તેની ઊંચી કિંમત જાણીને આપણા હોંશ ઉડી જાય. ત્યારે હાર્લી ડેવિસન જેવી બાઈકનું સપનું તો જો તમે પૈસાવાળા હોય તો જ પૂર્ણ થાય. પરંતુ હાલ વાયરલ થઇ રહેલા આ દૂધવાળાને જોઈને લોકોની આંખો ચાર થઇ રહી છે. કારણ કે આ દૂધ વાળો હાર્લી ડેવિસન લઈને નીકળે છે. જેનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ હાર્લી ડેવિસન પર બેસીને બહાર નીકળતા જોઈ શકાય છે. તેણે પોતાની બાઈકની બંને તરફ દૂધના કેન લટકાવ્યા છે. જ્યાં એક તરફ લોકો હાર્લી ડેવિસન ખરીદવા માટે વિચારી પણ નથી શકતા ત્યાં આ ભાઈ આ લાખોની બાઈક લઈને દૂધ વેચી રહ્યો છે. જેનો વીડિયો જોઈને લોકોની આંખો પણ ચાર થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhadana (@amit_bhadana_3000)

આ લાખોની હાર્લી ડેવિસન પાછળ નિર્ભય લખેલું છે. જે કોઈ ગામ કે વિસ્તારની માલુમ પડી રહી છે. આ વીડિયોને અમિત બંધાના નામના યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 1 લાખ 93 હજાર કરતા વધુ લોકોએ લાઈક કર્યો છે અને 2.9 મિલિયન લોકોએ અત્યાર સુધી આ વીડિયોને જોઈ લીધો છે. સાથે જ ઘણા બધા લોકો કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel