આપણે રણબીર આલિયાના લગ્ન જોવામાં પડ્યા હતા અને ત્યાં વધુ એક ખુબસુરત સેલિબ્રિટીના થયા લગ્ન, જુઓ

લોકપ્રિય પંજાબી સિંગર અને બિગબોસ OTT ફેમ મિલિંદ ગાબાએ 16 એપ્રિલે ગર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલ સાથે દિલ્હીમાં લગ્ન કર્યા હતા. આ ભવ્ય લગ્નના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મિલિંદ ગાબાના આઉટફિટની વાત કરીએ તો, તેણે રોયલ શેરવાની પહેરી હતી. ત્યાં પ્રિયાએ હેવી એમ્બ્રોઇડરી લહેંગો પહેર્યો હતો. લગ્ન દરમિયાનની તસવીરો ફોટોગ્રાફર દીપક સ્ટુડિયો દ્વારા શેર કરવામાં આવી છે. આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.

સેલેબ્સની વાત કરીએ તો સપના ચૌધરી, ગુરુ રંધાવા, મીકા, ભૂષણ કુમાર, સુરેશ રૈના, પ્રિન્સ નરુલા અને સુયશ રાય પણ લગ્નમાં સામેલ થયા હતા. થોડા દિવસો પહેલા મિલિંદ ગાબા અને પ્રિયા બેનીવાલની સગાઈ થઈ હતી, જેમાં ઘણા લોકોએ હાજરી આપી હતી. પ્રિયા અને મિલિંદ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેના લગ્નની વિધિ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. લગ્ન પહેલા અનેક સેરેમની થઇ જેમાં મહેંદીનું ફંક્શન પણ સામેલ હતું.

મિલિંદ ગાબાએ પ્રિયા સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લગ્ન દરમિયાન, બધું ખૂબ જ શાહી શૈલીમાં કરવામાં આવ્યું હતું. વરમાળા સમયની તસવીરો પણ સામે આવી છે. પ્રિયા મિલિંદને માળા પહેરાવતી જોવા મળે છે. મિલિંદ ગાબા અને પ્રિયા બેનીવાલ લગ્ન દરમિયાન ખૂબ જ ખુશ દેખાતા હતા. બંનેની જોડી અદ્દભુત લાગી રહી હતી.

મિલિંદ ગાબાએ પ્રિયા સાથે ભવ્ય સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં મહેમાનોની પણ ભારે ભીડ જોવા મળે છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં મિલિંદ ગાબાએ કહ્યું હતું કે તે હંમેશા બિગ ફેટ વેડિંગ કરવા માંગતો હતો. તેણે કહ્યું હતું કે મેં હંમેશા સપનું જોયું છે કે લગ્ન ભવ્ય સ્ટાઈલમાં થવા જોઈએ.લગ્નને લઈને મિલિંદ ગાબાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું થોડો નર્વસ છું. પરંતુ તે રોમાંચક પણ છે. તે સાહસિક પણ છે. આ જીવનનો નવો અધ્યાય છે. મેં ઘણા વેડિંગ શોમાં પરફોર્મ કર્યું છે પરંતુ ક્યારેય મારા લગ્નનો અનુભવ નથી કર્યો.

પ્રિયા બેનીવાલ સાથેની તેની જોડી ચાહકોની પસંદ છે. બંને છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેણે કહ્યુ હું જે કંઈ પણ કરું છું તે ફક્ત તેના માટે જ કરું છું. હું તેને હસતી જોવા માંગુ છું. 4 વર્ષ પહેલા વસ્તુઓ અલગ અને મુશ્કેલ પણ હતી. હું આજે પણ સંઘર્ષ કરી રહ્યો છું પરંતુ આજે વસ્તુઓ પહેલા કરતા સરળ છે. જ્યારે હું કંઈ ન હતો ત્યારે પ્રિયાએ મને ટેકો આપ્યો હતો. આ બાબત મારા માટે ખૂબ જ અર્થપૂર્ણ છે.

હું તેના માટે પ્રશંસા કરું છું કે તેણે મને શરૂઆતથી જ ટેકો આપ્યો. જ્યારે હું નબળો હતો ત્યારે તેણે મને મદદ કરી. આજે હું તેની સાથે ભાવનાત્મક રીતે ખૂબ જ જોડાયેલ છું. તમને જણાવી દઈએ કે મિલિંદ ગાબાએ ઘણા સુપરહિટ ગીતો ગાયા છે, જેમાં ઝિંદગી દી પૌરી, મેં તેરા હો ગયા, દારુ પાર્ટી અને નચી નચી જેવા ગીતોનો સમાવેશ થાય છે.

Shah Jina