અમદાવાદ : પ્રેમિકા સાથે રિવરફ્રન્ટ પર ઇલુ ઇલુ કરી રહ્યા હતા પિતા, અચાનક આવી ગયો દીકરો અને પછી જે થયુ તે…

ગુજરાતમાંથી ઘણીવાર લગ્નેતર સંબંધના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં પતિ અથવા પત્ની તેમના પાર્ટનરને દગો આપતા હોય છે. પરંતુ આવા કિસ્સાઓ જયારે પરિવાર સામે આવી જાય તો… તમે વિચારી શકો છો કે પરિવાર સામે આવા કિસ્સા આવે તો શું હાલત થાય. પરંતુ હાલ જે કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે તે વિચિત્ર છે.  અમદાવાદના રિવરફ્રન્ટ પર એક દીકરાએ પોતાના પિતાને તેમની પ્રેમિકા સાથે જોયા હતા અને તે બાદ પિતા ગુસ્સે ભરાતા તેમણે દીકરાને જાહેરમાં જ માર મારવાનું શરૂ કર્યુ હતુ.

માર મારવાને કારણે દીકરો ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને તેને બચાવવા આધેડનો સાળો પડ્યો હતો જેને પણ તેમણે ફટકાર્યો હતો. હાલ તો દીકરાએ તેના પિતા વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) ઘટનાની વિગત તપાસીએ તો, એક 30 વર્ષિય યુવક લગભગ બે ત્રણ દિવસ પહેલા રિવરફ્રન્ટ પરથી પસાર થઇ રહ્યો હતો અને તેણે તેના પિતાને ત્યાં એક અન્ય સ્ત્રી સાથે બેઠેલા જોયા હતા. જેની સાથે તે છેલ્લા 15 વર્ષથી પ્રેમસંબંધમાં છે. આ પ્રેમસંબંધને કારણે ઘરમાં ઘણીવાર ઝઘડા પણ થતા હતા અને તેને કારણે પિતાને અન્ય સ્ત્રી સાથે જોયા બાદ દીકરાએ તેના મામાને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા.

આધેડના સાળાએ જયારે આ મહિલા અંગે તેમને પૂછ્યુ તો તેમણે સ્ટાફના બહેન હોવાનું કહ્યુ અને સાળાએ 30 વર્ષિય યુવકને પૂછ્યુ તો તેણે કહ્યુ કે આ તેના પિતાની પ્રેમિકા છે. બસ આ વાત સાંભળતા જ યુવકના પિતા ગુસ્સે ભરાઇ ગયા અને જાહેરમાં જ તેને પટ્ટો કાઢીને મારવા લાગ્યા. યુવકને બચાવવા માટે મામા વચ્ચે પડ્યા તો તેમને પણ માર માર્યો હતો. યુવકને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને તેને કારણે તેને લોહી પણ નીકળી રહ્યુ હતુ. જો કે, તે બાદ નંબર પર ફોન કરી પોલિસને બોલાવવામાં આવી હતી.

ત્યારબાદ યુવકના પિતા તે મહિલાને લઇને ત્યાંથી એક્ટિવા પર બેસાડી નીકળી ગયા અને તેમણે એવી ધમકી આપી હતી કે તમે સાંજે ઘરે આવો તમને બધાને હું જાનથી મારી નાખીશ. પોલિસ આવતા તેઓ મામા અને ભાણિયાને પોલિસ સ્ટેશન લઇ ગઇ હતી અને ત્યાં તેમની પૂછપરછ કરી હતી, જયાં યુવક અને તેના મામાએ આધેડ વિરૂદ્ધ કાર્યવાહી કરવા પોલિસ ફરિયાદ નોંધાવી હતી.

Shah Jina