લખી રાખજો! ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે આફતનો વરસાદ, અંબાલાલની ભયાનક આગાહી

Meteorologist Ambalal Patel’s forecast: : ગુજરાતમાં હાલ મેઘરાજાએ માહેર મૂકી છે અને ચોધાર વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે સામાન્ય જન જીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે, ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે અને કેટલાક સ્થળો પર તો પૂર જેવી સ્થિતિ પણ વ્યાપી છે, ત્યારે હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી :

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે અંબાલાલ પટેલે પણ વરસાદની એક વધુ ધમાકેદાર બેટિંગની આગાહી કરી છે, તેમના જણાવ્યું અનુસાર વરસાદનો વધુ એક રાઉન્ડ 15 જુલાઈ બાદ શરૂ થશે.

15થી 23 જુલાઈ દરમિયાન ધોધમાર વરસાદ :

અંબાલાલના જણાવ્યા અનુસાર આગામી 15થી લઈને 23 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પવન સાથે વરસાદ થઇ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે તો સાથે જ કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

આ નદીઓમાં આવશે પૂર :

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે અને નર્મદા, રૂપેણ અને તાપી નદીમાં પણ આંશિક પૂર આવવાની શક્યતા છે. અંબાલાલે એમ પણ જણાવ્યું કે 11 તારીખ બાદ ગુજરાતમાં વરસાદની રાહત જોવા મળશે, પરંતુ તેના 4 જ દિવસ બાદ ફરીથી વરસાદ આવી શકે છે અને તે 23 જુલાઈ સુધી એકધારો વરસાદ વરસશે.

Niraj Patel