દિવાળીના બીજા દિવસે બદલાઇ જશે આ લોકોની કિસ્મત, બુધ ગ્રહના ઉદયથી થશે ફાયદો

આ રાશિના જાતકોને દિવાળીના બીજા દિવસથી પડી જશે મોજ, શરૂ થશે ‘ગોલ્ડન પીરિયડ’

શુક્ર અને શનિ જેવા ગ્રહોએ દિવાળી પહેલા ગોચર કર્યું, ત્યાં દિવાળીના બીજા દિવસે હવે ધન, વેપાર, વાણી, બુદ્ધિ અને તર્કના દાતા બુધનો ઉદય થવા જઈ રહ્યો છે. દિવાળીના દિવસે એટલે કે 12 નવેમ્બરના બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરે બુધ ઉદિત થશે. બુધનો ઉદય વૃશ્ચિક રાશિમાં થશે, જેને કારણે લોકોના કરિયર, વેપારને અસર થશે. જો કે, 3 રાશિઓ એવી છે જેમને બુધ ગ્રહના ઉદયનો ખાસ લાભ મળી શકે છે અને આ લોકોના જીવનમાં ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે.

વૃશ્ચિક : આ રાશિના જાતકો માટે બુધનો ઉદય ખાસ છે કારણ કે બુધ આ રાશિમાં ગોચર કરશે અને તેમાં ઉદિત થશે. આ રાશિના જાતકોની પર્સનાલિટીમાં નિખાર જોવા મળશે, જ્યારે કાર્ય કરવાની શૈલી પણ સારી રહેશે અને પોતાની બુદ્ધિમત્તાના દમ પર કેટલાક સારા નિર્ણય લઇ શકાશે, જે સફળ થશે અને લાભ પણ આપશે. કરિયર માટે સારો સમય છે, વૈવાહિક જીવન સારૂ રહેશે. તેમજ જીવસાથીનો સહયોગ મળશે.

કન્યા : આ રાશિના લોકોને ભાઈ-બહેન પાસેથી અભૂતપૂર્વ સહયોગ મળી શકે છે. કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. તેમજ કાર્યક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કરશો, સારો ધન લાભ થશે. સાહસ અને ઉર્જા વધેલી હશે. જ્યારે જીવનમાં ખુશીઓ આવશે. ખૂબ સંતુષ્ટ અનુભવાશે અને વિદેશ સાથે જોડાયેલ જે વેપાર કરે છે તેમને ખાસ લાભ થઈ શકે છે.

મકર : મકર રાશિના જાતકો માટે બુધ ગ્રહનો ઉદય શુભ ફળ આપશે. આવકમાં વધારો થશે, પૈસાના એકથી વધારે સ્ત્રોત હશે. આવકના નવા નવા સ્ત્રોત બનશે અને આર્થિક સમસ્યાઓ દૂર થશે. વેપારી વર્ગ ખૂબ નફો કમાશે અને રોકાણથી લાભ થશે. જોખમ ભરેલા રોકાણથી સારૂ રિટર્ન મળી શકે છે અને પરિવારમાં ખુશીઓ રહેશે.

Shah Jina