ઘનઘોર પાપ છે મહિલાઓને આ 2 અવસ્થાઓમાં જોવી, બરબાદ થઇ જાય છે જિંદગી, મળે છે કઠોર સજા

આ 2 કામ કરતી સ્ત્રીઓ હોય ત્યારે પુરૂષોએ ભૂલથી પણ ન જોવું, નહીંતર ભોગવવી પડશે યાતના, યાદ રાખજો

ગરુડ પુરાણમાં જન્મ-મૃત્યુ, આત્મા, સ્વર્ગ-મૃત્યુ ઉપરાંત જીવનના મહત્વના પાસાઓ પણ જણાવવામાં આવ્યા છે. સ્ત્રી અને પુરુષોએ કેવું વર્તન કરવું જોઈએ તે પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમના ગુણ અને ખામીઓ વિશે પણ જણાવવામાં આવ્યુ છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મહિલાઓ કોઈ ખાસ કામ કરતી હોય ત્યારે પુરૂષોએ તેમને ભૂલથી પણ ન જોવું જોઈએ. સ્ત્રીને આ કામો કરતી જોવી એ ઘોર પાપ છે. તેનું ખરાબ પરિણામ માણસે અનેક રીતે ભોગવવું પડે છે.

જો કોઈ મહિલા નહાતી હોય અને તેની આસપાસ કોઈ ઘેરો ન હોય તો આવી સ્ત્રીને ન જોવી જોઈએ. સ્ત્રીને સ્નાન કરતી જોઈને પુરુષ પાપનો ભાગીદાર બને છે. આ સાથે મહિલાએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો નહાવાની જગ્યા ખુલ્લી હોય તો કપડાં પહેરીને જ સ્નાન કરવું જોઈએ. જો કોઈ સ્ત્રી બાળકને દૂધ પીવડાવતી હોય તો આવી સ્ત્રીને ક્યારેય ન જોવી. નવજાત શિશુ માટે માતાનું દૂધ એકમાત્ર સંપૂર્ણ આહાર છે અને ઘણી વખત મહિલાએ બાળકને જાહેરમાં સ્તનપાન કરાવવું પડે છે.

આવી સ્થિતિમાં પુરૂષે ક્યારેય સ્ત્રી તરફ ન જોવું જોઈએ. ગરુડ પુરાણ અનુસાર જે પુરુષ સ્ત્રીને બાળકને દૂધ પીવડાવતા જુએ છે તે પાપનો ભાગીદાર બને છે. જો કોઈ મહિલા કપડા બદલતી હોય તો તેની તરફ ક્યારેય ન જુઓ. સ્ત્રીને કપડાં બદલતા જોવી કે જોવાનો પ્રયત્ન કરવો એ પુરુષ માટે પાપનું કારણ બને છે. જે પુરુષ સ્ત્રીની નમ્રતાનું સન્માન નથી કરતો તે નરકમાં જાય છે.

Shah Jina