ભણેલા ગણેલા ડોક્ટરનું માર્યું બુચ: એના પર ઘસવાથી જીન પ્રગટ થાય છે અને તે માલિકની તમામ ઇચ્છા પૂરી કરે છે. જાણો સમગ્ર મામલો
આજકાલ લોકોને ચૂનો લગાવવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે અલાદ્દીનના જાદુઇ ચિરાગને લેવા જતાં મેરઠના એક લંડન રિટર્ન ડોક્ટરને અઢી કરોડનો ચૂનો લાગ્યાનો કિસ્સો સામે આવ્યો છે.
નાનપણથી જ આપણે અલાદ્દીન અને તેના જીનની વાર્તા સાંભળીએ છીએ.. આજના યુગમાં,આ ચિરાગ મેળવવા માટે ડોક્ટરને ભારે પડ્યું છે. યુપીના મેરઠથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અલાદિનના ચિરાગને અઢી કરોડમાં આપી ડોક્ટરની છેતરપિંડી કરી હતી.

મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ બનાવની વિગત રસપ્રદ છે. આ ડૉક્ટરે પોલીસને લખાવેલી ફરિયાદ મુજબ બે તાંત્રિકોએ ડૉક્ટરને જાદુઇ ચિરાગ આપવાના બહાને અઢી કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા.પોલીસે બંને તાંત્રિકોને પકડી લીધા હતા અને કહેવાતો જાદુઇ ચિરાગ પણ કબજે કરી લીધો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર ડોક્ટરને ફસાવવા માટે બંને ઠગોએ પોતાની તંત્ર વિદ્યાર્થી ચિરાગ ઘસીને જિન્ન બોલાવ્યો જેથી ડોકટરને વિશ્વાસ થઇ ગયો અને તેમણે તાત્કાલિક આ ચિરાગને અલાદ્દીનનો ચિરાગ સમજીને ખરીદી લીધો.

ડોક્ટરના અનુસાર, તે બંને યુવકો પાસેથી પહેલીવાર તેમની બિમાર માતાની સારવાર કરાવવા માટે મળ્યો હતો. ત્યારબાદ ડોક્ટર મોટાભાગે તેમના ઘરે સારવાર માટે જવા લાગ્યો. આ સિલસિલો લગભગ એક મહિના સુધી ચાલ્યો. યુવકે તેમને જણાવ્યું કે તે એક બાબાને ઓળખે છે, જેના ઘરે અવાર નવાર આવવા જવાનું થાય છે. તેમણે ફોસલાવીને તે તાંત્રિક સાથે મળવા માટે ડોક્ટરને રાજી કરી લીધો.
ડોક્ટરનો દાવો છે કે, તે લોકોએ મારા પરિવાર પર મંત્રતંત્ર અને કાલા જાદુ કરીને અમારી સાથે અઢી કરોડની છેતરપીંડી કરી હતી. આ લોકોએ ડોક્ટરને એક ચિરાગ આપ્યો હતો અને કહ્યું હતું કે આ ચિરાગ અલાદ્દીનની કથાનો ચિરાગ છે. એના પર ઘસવાથી જીન પ્રગટ થાય છે અને તે માલિકની તમામ ઇચ્છા પૂરી કરે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઠગોના શિકાર ફક્ત ડોક્ટર જ નહી પરંતુ તેમણે ઘણા પરિવારોને આ પ્રકારે પોતાની જાળમાં ફસાવ્યા છે. સૂચના મળતાં જ પોલીસે બંને ઠગની ધરપકડ કરી અને સોનેરી રંગનો ચિરાગ પણ મળી આવ્યો.