મરદનો દીકરો હો! પાણીમાં એક હાથે આ વ્યક્તિએ પકડી લીધો વિશાળકાય ‘એનાકોન્ડા’? જુઓ વીડિયો

જે સાપને જોતા જ પરસેવો છૂટી જાય તેને આ વ્યક્તિએ પકડી લીધો

ઘણા લોકોને ખતરા સામે લડવાની ટેવ હોય છે. એડવેન્ચરના શોખીનો જંગલમાં ફરતા હોય ત્યારે તેમને ઘણા અનુભવો થતા હોય છે જેમા તેમના જીવનું પણ જોખમ રહે છે. કારણ કે જંગલમાં એટલા ઝેરી અને જીવલેણ જાનવરો હોય છે કે તે ક્યારે હુમલો કરી દે ખબર ન પડે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. જેને લોકો ખુબ પસંદ કરે છે.

સાપનું નામ સાંભળતા જ આપણા મોતિયા મરી જાય છે. કારણ કે અમુક સાપ એટલા ઝેરી હોય છે કે ગણતરીના કલાકોમાં કોઈ પણ વ્યક્તિનો ભોગ લઈ શકે છે. આજ કાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગયા છે.

સામે આવેલા આ વીડિયોમાં એક વ્યક્તિ હોડીમાં બેસીને સવારી કરી રહ્યો હોય છે, તે સમયે તેણે એક સાપનું મોઢું પકડી રાખ્યું હતું. જોવામાં આ સાપ ખુબ મોટો લાગી રહ્યો છે. તો બીજી તરફ ઘણા લોકો આ સાપને એનાકોન્ડા પણ કહી રહ્યા છે. કારણ કે આ સાપ એટલો બધો મોટો છે કે તેને જોઈને જ ડર લાગી જાય. જો કે આ સાપ એનાકોન્ડા જ છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ત્યાર બાદ આ સાપ પાણીમાં ભાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Meme wala (@memewalanews)

હાલમાં આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોયા બાદ કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર memewalanews નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા એક વ્યક્તિએ લખ્યું કે, કેમેરામાં કેદ થયો એનાકોન્ડા સાપ. લોકો આ વ્યક્તિની હિંમતને સલામ કરી રહ્યા છે. આટલા મોટા સાપને પકડ્યા બાદ પણ તે ડર્યો નહીં.

YC