37 વર્ષ પરણી, પતિ ઝહીર ઇકબાલ માટે સોનાક્ષીએ ઠુમકા લગાવ્યા, જુઓ આ વીડિયો

બોલીવુડની દબંગ ગર્લ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ ગઈકાલે રોજ કોર્ટ મેરેજ કરી લીધા છે. લગ્નમાં કપલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું અને ફંક્શનમાં અંદાજે 1 હજાર લોકોએ હાજરી આપી હતી. 24 જૂને સવારે 4 વાગ્યા સુધી લગ્નનો કાર્યક્રમ ચાલ્યો હતો. સોશિયલ મીડિયા કપલના લગ્ન અને વેડિંગ રિસેપ્શનના ફોટા અને વીડિયોથી ભરાઈ ગયું છે.

સોનાક્ષી સિન્હાના લગ્નના ઘણા નવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયો સોનાક્ષી સિન્હાની બ્રાઈડલ એન્ટ્રીનો છે, જેમાં અભિનેત્રી ફૂલોની ચાદર નીચે ચાલતી જોવા મળી રહી છે. પરંતુ જેણે ચાદર ઉપાડી તે અભિનેત્રીનો ભાઈ નહીં પણ કોઈ અન્ય હતો.

આવી સ્થિતિમાં યુઝર્સનો સવાલ એ છે કે ભાઈ લગ્નમાં કેમ ન આવ્યા? અને જો ભાઇ નહોતા આવ્યા તો ભાઇની ફરજ કોણે નિભાવી? આમ જોઈએ તો બ્રાઇડલ એન્ટ્રીમાં ભાઈ ફૂલોની ચાદર લઇ જાય છે. એક્ટ્રેસની બ્રાઇડલ એન્ટ્રીના વીડિયોમાં, ફૂલોની ચાદર નીચે ક્રીમ રંગની સાડી પહેરીને પતિ પાસે જતી જોવા મળે છે. એ દરમિયાન તેની આંખોમાં આંસુ છે.

જોકે, આ વીડિયોમાં લોકોનું ધ્યાન લોકોનું ધ્યાન ફૂલોની ચાદર લઈને આગળ ચાલતા સાકિબ સલીમ પર હતું. સાકિબ સલીમ સોનાક્ષીની બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટ્રેસ હુમા કુરેશીનો ભાઈ છે. સાકિબ સલીમ હસોનાક્ષીને મોટા સ્મિત સાથે ફૂલોની ચાદર નીચે લાવતો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે પુનમ સિંહા અને શત્રુધ્ન સિંહાના લગ્ન 44 વર્ષ પહેલા 9 જુલાઈ 1980ના રોજ થયા હતા. એક્ટ્રેસ સોનાક્ષી અને ઝહીર છેલ્લા 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાંથી પતિ-પત્ની બની ચુક્યા છે.

કોર્ટ મેરેજ કરી લીધા પછી 37 વર્ષની સોનાક્ષીના લગ્નના લુકની ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે, અભિનેત્રીએ લગ્નમાં સાડી પહેરી હતી. આ સાડી તેમની માતા પુનમ સિંહની હતી. જેમણે 44 વર્ષ પહેલા પોતાના લગ્નમાં આ સાડી પહેરી હતી. સોનાક્ષીએ સાડીની સાથે ઘરેણા પણ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

YC