મેહુલ બોઘરાએ કહ્યું, જનતાની હાજરીમાં અમને દોડાવી દોડાવીને માર્યા, ચોરી કરે છે અને સીન ચોરી કરે છે, કાળા કાચની ગાડીમાં કાળા કામ કરે છે

6 મહિના પહેલા ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી પોલીસ પોતે જ ટ્રાફિક નિયમોનું પાલન કરતી ન હોવાનું રાજ્યના DGP વિકાસ સહાયને ધ્યાને આવતા તેમણે પોલીસ માટે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો હતો.

જેમાં પોલીસે પણ ફરજીયાત ટ્રાફિકના નિયમનું પાલન કરવું પડશે તેમ પોલીસ કર્મીઓની ગાડીઓ પર કાળા કાચ અને પોલીસ લખેલા લખાણ દૂર કરવા સૂચના આપી હતી. જે અંગેનો પરિપત્ર બહાર પાડ્યાના 24 કલાકમાં જ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

સુરતમાં આજે બપોરે રવિવારે એડવોકેટ મેહુલ બોઘરાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી થઇ છે. તેમાં પોલીસકર્મીની નંબર પ્લેટ વગરની કાર સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં પોલીસકર્મીની બ્લેક કાચ, નંબર પ્લેટ વગરની કાર સામે બોલતા વિવાદ વધ્યો હતો અને ઘર્ષણ થયું હતું.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઘટના બનતા લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. જેમાં મેહુલ બોઘરાએ જણાવ્યું છે કે ટ્રાફિક હેલ્પલાઇન પર કોલ કરવા છતાં કાર્યવાહી ન કરી અને આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સુરતમાં આજે ફરી એક વાર એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ કર્મચારીની બ્લેક કાચ અને અને વિના નંબર પ્લેટવાળી કાર સામે વાંધો ઉઠાવ્યો હતો. મેહુલ બોઘરા કાર ચેક કરવા ગયા અને માથાકૂટ થઇ હતી.

મેહુલ બોઘરાએ લાઈવ આવીને કહ્યું કે, ઘટના સ્થળ પર એક ASI હાજર હતા, આ સિસ્ટમની નફ્ફટાઈ જોજો તમે. એમને પણ રજુઆત કરી તો પણ એ ઘટનામાં ઇન્વોલ્વ ન થયા ને દૂર ભાગતા રહ્યા. આ વ્યક્તિ છે જે ગાડીમાંથી ઉતાર્યો હતો એને ફોન કર્યા બીજા ૩ ઈસમોને બોલાવ્યા. ૩ ઈસમો પથ્થર લઈને અમારી પર તૂટી પડ્યા. આજુ બાજુ લોકો મને બચાવવા આવ્યા તો એમના પર પણ તૂટી પડ્યા.

અને એમને માર મારવામાં આવ્યો. તમામ જાહેર જનતાને માર મારવામાં આવ્યો. એટલી આ સિસ્ટમની નફ્ફટાઈ છે. ત્યારબાદ હું મારી જાતને બહુ જોખમ લાગ્યું, લાઈવ વીડિયો હતો એ વીડિયો મારા ફોનમાંથી ખેંચ્યો. ફોન ખેંચીને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવામાં આવી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ લોકોની ક્રુરતાનું કોઈ અંત જ નથી. હું પુણા પોલીસ સ્ટેશનમાં ગયો. ત્યાં PSO માંથી મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં મોકલવામાં આવ્યો. ઇન્વેસ્ટિગેશન રૂમમાં આ જે હુમલો કરનાર છે એ અને એના સાગરીતો ઘુસી જાય છે. રૂમમાં મને મારવા માટે દોડે છે. પોલીસે એને અટકાવે છે. પોલીસની હાજરીમાં મને ધમકી આપે છે કે તારી હજુ સર્વિસ કરવાની બાકી છે. ત્યારબાદ હું બહાર નીકળ્યો, PI આવે છે. મારો હાથ પકડીને કહે છે કે આને બંધ કરી દો.

YC