મહેસાણાની માતા બની હેવાન, 3 વર્ષના દીકરીનું જ કાઢી નાખ્યું કાસળ, આ રીતે ખુલી ગઈ આખી પોલ

ગુજરાતમાંથી હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણીવાર ઘણા લોકો અંગત અદાવતમાં કોઈની હત્યા કરી નાખતા હોય છે, તો ઘણીવાર પરિવારના સભ્યોમાં જ કોઈ સાથે અનબન થવાના અકરને હત્યા કરી દેવામાં આવતી હોય છે, પરંતુ હાલ મહેસાણામાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે માતૃત્વને શર્મસાર કરી નાખે એવો કિસ્સો છે. જેમાં એક મહિલાએ પોતાના 3 વર્ષના બાળકને જ મારી નાખ્યું.

આ બાબતે પ્રાપ્ત માહિત અનુસાર મહેસાણના ગાંધીનગર લિંક રોડ ઉપર આવેલા ગોકુલધામ ફેલ્ટ સામેની ઝૂંપડીમાં રહેતી એક માતાએ જ પોતાના 3 વર્ષના બાળકની બેરહેમીથી હત્યા કરી નાખી હતી અને લાશ ખુલ્લા ખેતરમાં નાખી હતી. આ બાળકની મૃત લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી હતી, જેના બાદ પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી આખો મામલો ગણતરીના સમયમાં જ ઉકેલી નાખ્યો હતો.

આ ઘટના અંગે મળી રહેલી વધુ માહિતી અનુસાર ઝૂંપડીમાં રહેતી મહિલા રાધિકા અરવિંદ સાંગરણા તેની 3 વર્ષની માસુમ દીકરી સોનાક્ષી સાથે સુઈ રહી હતી. અચાનક રાત્રે 3 વાગે બાળકી ના મળતા તેને આસપાસની ઝૂંપડીમાં રહેતા લોકોને જગાડીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. જેના બાદ બુધવારે સવારે 7 વાગ્યાની આસપાસ ઝુંપડીની બાજુના ખેતરમાંથી ગળે દુપટ્ટો વીંટેલી હાલતમાં આ માસુમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટનાને લઈને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, જેના બાદ પોલીસે ત્યાં હજાર લોકોના નિવેદન નોંધીને પાંચમાનું કર્યું હતું. જેના બાદ સિવિલમાં મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું અને અજાણ્યા શખ્શો વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાની તપાસ કરી રહેલી પોલીસની ટીમે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસ દ્વારા ડોગને બાળકીના ગળામાંથી મળેલો દુપટ્ટો સૂંઘાડયો હતો. ત્યારબાદ 25 મજૂરોને એક લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતા અને ડોગ આ 25 મજૂરોમાં બાળકીની માતા પાસે જઈને ઉભું રહ્યું. જેના બાદ શંકાના આધારે મહિલાની પુછપરછ કરવામાં આવતા તેને ગુન્હો કબુલ્યો હતો. આ મામલામાં મહિલા તેના પ્રેમી સાથે ભાગી જવાનું હોવાના અકરને માસુમ બાળકીને ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Niraj Patel