ના તો આલિયા, ના તો અનુષ્કા, બેકલેસ બ્લાઉઝ સાથે સિંપલ સાડી પહેરી આ દુલ્હને જીતી લીધુ બધાનું દિલ, જુઓ લગ્નની તસવીરો

આ દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં તમે ઘણી દુલ્હનો જોઇ હશે. નવા નવા અંદાજમાં દુલ્હનો ઘણીવાર આકર્ષણનું કેન્દ્ર બની રહેતી હોય છે. ઘણી દુલ્હનો તેમના લગ્નમાં પારંપારિક અટાયર કેરી કરે છે તો કેટલાક શાહી બ્રાઇડલ લુક પસંદ કરે છે. જો કે, બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની બેસ્ટફ્રેન્ડ મેઘના ગોયલે તેના બ્રાઇડલ લુકથી એક નવો ટ્રેંડ સેટ કર્યો છે.તમને જણાવી દઇએ કે, મેઘના ગોયલ એક બિઝનેસવુમન છે અને તે ક્લોથિંગ બ્રાન્ડ Summer Somewhere ની માલકિન છે.

મેઘના અને આલિયા એકબીજાની ઘણી નજીક છે. મેઘનાએ 21 ડિસેમ્બર 2021ના રોજ ગોવામાં એક ઇંટીમેટ સમારોહમાં લગ્ન કર્યા હતા. મેઘના ગોયલના વેડિંગ લુકે બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. મેધનાએ તેના વેડિંગ લુકથી નવી પેઢીઓની દુલ્હનોને ઘણી પ્રેરિત કરી છે. તેણે પારંપારિક સ્ટાઇલને મોર્ડન ટચ આપવા માટે એકદમ સ્ટનિંગ બ્રાઇડલ લુક કેરી અપનાવ્યો હતો.

મેઘનાએ તેના લગ્નમાં રેડ કલરની રફલ સાડી પહેરી હતી. જેના પર વ્હાઇટ કલરની ફ્લોરલ ડિઝાઇન પ્રિંટ આપવામાં આવી હતી. આ સાથે તેણે સ્ટ્રેપી ભારે કઢાઇાળા બ્લાઉઝ પહેર્યો હતો. મેઘનાની આ સસાડી ડિઝાઇનગર અર્પિતા મહેતાના લેટેસ્ટ કલેક્શનની છે. તેણે સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે પોતાનો બ્રાઈડલ લુક પૂરો કર્યો હતો. લગ્નમાં મેઘનાની સ્ટાઈલ સિમ્પલ અને ખાસ હતી. જો તમે ઇચ્છો તો મેઘનાના આ વેડિંગ લુકથી ટિપ્સ પણ લઇ શકો છો.

આલિયા ભટ્ટની બેસ્ટી મેઘના ગોયલે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સોમન કરણ સાથે લગ્ન કર્યા. આલિયા ઉપરાંત, આ કપલના લગ્નમાં આખી ગર્લ ગેંગ હાજર રહી હતી. આલિયાની મિત્ર મેઘના ગોયલે લગ્નમાં ભારે લહેંગો પસંદ કરવાને બદલે પોતાના માટે એક સિંપલ સાડી પસંદ કરી હતી.

મેઘનાએ તેના લગ્નમાં બધી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. મેઘનાએ જે બ્લાઉઝ પહેર્યો હતો તને પાછળ ડીપ કટ લુક આપવામાં આવ્યો હતો, જેમાં સ્લીવ્ઝને કટઆઉટ પેટર્નમાં રાખવામાં આવી હતી. મેઘનાના લુક આગળ તો આલિયા પણ ફીક્કી લાગી રહી હતી.

મેઘના ગોયલ દ્વારા પહેરવામાં આવેલી લાલ સાડીમાં તેની હેમલાઇનમાં સુંદર ઝરી વર્ક કરવામાં આવ્યું હતું. સાડીમાં રફલ પેટર્ન હતી, જે હસીનાની ટોન બોડીને જબરદસ્ત સૂટ કરી રહી હતી. મેઘના ગોયલે આ સાડી સાથે લાલ રંગનો દુપટ્ટો પહેર્યો હતો. જેની સાથે જ્વેલરી ઘણી ઓછી રાખવામાં આવી હતી.

મેઘનાના પ્રી વેડિંગ ફંક્શનમાં તેની ગર્લ ગેંગે ઘણુ જ એન્જોય કર્યુ હતુ. મેઘનાની હલ્દી સેરેમનીની તસવીરો અને વીડિયો પણ ઘણા વાયરલ થયા હતા. આ ઉપરાંત મેઘના ગોયલની બેચલર પાર્ટી પણ જબરદસ્ત રહી હતી. મેઘનાની મિત્ર આલિયાની વાત કરીએ તો, અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ મેકર્સે ફિલ્મની મોશન પોસ્ટ રિલીઝ કરી છે.

આ ઉપરાંત આલિયા ભટ્ટ તેની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીને લઇને પણ ચર્ચામાં છે હાલમાં જ કોર્ટે આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીને રાહત આપી હતી. ગંગુબાઇ કાઠિયાવાડીના દત્તક પુત્રએ આ ફિલ્મની રીલિઝ પર સ્ટે મૂકવાની માંગણી કરી હતી અને તે બાદ કોર્ટે કહ્યુ હતુ કે તમે તેમના પુત્ર છો તેવું કોઇ ચોક્કસ પ્રુફ નથી. કોર્ટે આ મામલે આલિયાને રાહત આપી હતી.

Shah Jina