100 વર્ષની ઉંમરે ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું થયું અવસાન, ભાવનગર અને અમદાવાદમાં અભ્યાસ કર્યા પછી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં તેઓ ભણ્યા હતા…

મેઘાણીનો સાહિત્યનો વારસો તેમના મોટા દીકરા મહેન્દ્ર મેઘાણીએ બરાબર જાળવ્યો હતો અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા તેમને ઝવેરચંદ મેઘાણીનું તેમજ અન્ય ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડ્યું હતું. તેમણે લોકમિલાપના માધ્યમથી સર્વોત્તમ પુસ્તકો ગુજરાતી વાચકોને ઉપલબ્ધ કરાવ્યા હતા. અડધી સદીની વાંચન યાત્રા, રોજ રોજની વાંચનયાત્રા વગેરે તેમના પુસ્તકો ઘણા જાણીતા હતા.

મહેન્દ્ર મેઘાણીના અવસાનથી આખા ગુજરાતના સાહિત્યજગતમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. મહેન્દ્ર મેઘાણીના સંતાનો દ્વારા સોશિયલ મીડિયામાં તેઓના નિધનની જાણકારી આપવામાં આવી હતી. સાથે પોસ્ટમાં જણાવાયું હતું કે, મહેન્દ્ર મેઘાણીની સ્મશાન યાત્રા એમના નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટથી (વડોદરિયા પાર્કથી ફૂલવાડી ચોક રોડ, ભાવનગર) તા. 4 ઓગસ્ટ, ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાને જશે.

ગુજરાતી સાહિત્યને આજે મોટી ખોટ પડી છે. આજે ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે 100 વર્ષની વયે અવસાન થયું છે. હજુ થોડા સમય પહેલા જ તેઓ શતાયુ થયા હતા. પિતા મેઘાણીની સવા શતાબ્દી અને પુત્ર મહેન્દ્ર મેઘાણીના આયુષ્યની શતાબ્દીનો અનોખો સંયોગ પણ સર્જાયો હતો. 3 ઓગસ્ટ 2022ના રોજ રાત્રે 8 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

1923ની 20મી જૂને તેમનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે આ તેમનું શતાબ્દીનું વર્ષ ઉજવાઈ રહ્યું હતું. ગુજરાતમાં અમદાવાદ અને ભાવનગરમાં અભ્યાસ કર્યા પછી તેઓએ USA ની કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. અને ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલા સાહિત્યને તેમણે સુંદર રીતે સંપાદિત અને પ્રકાશિત કર્યું હતું.

YC