23 વર્ષની દીકરી વધાર્યું પરિવારનું નામ, બાળપણથી જોયેલું ફાયટર પાયલટ બનવાનું સપનું કર્યું પૂર્ણ, બની રાજ્યની પહેલી મહિલા IAF ફાઈટર પાયલટ

એવું કહેવાય છે કે સપના પુરા કરવા માટે વ્યક્તિએ દિવસ રાત એક કરી દેવા પડતા હોય છે અને જયારે એ સપનાઓ પૂર્ણ થાય છે ત્યારે તેનો આનંદ જ કંઈક વિશેષ હોય છે. આવું જ એક સપનું હાલમાં 23 વર્ષની માવ્યા સુદને પૂર્ણ કર્યું અને તેને ઇતિહાસ રચી દીધો.  તે ભારતીય વાયુસેનાની અંદર ફાઈટર પાયલટના રૂપમાં સામેલ થવા વળી પહેલી જમ્મૂ કાશ્મીરની પહેલી મહિલા બની.

રાજૌરી જિલ્લાની રહેવા વાળી માવ્યા સુદને ગયા વર્ષે વાયુસેનાની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. તે IAFમાં જોડનારી 12મી મહિલા ઓફિસર અને ફાઉંટર પાયલટના રૂપમાં સામેલ થનારી રાજ્યની પહેલી મહિલા અધિકારી બની છે.

હૈદરાબાદ સ્થિત ડુંડીગલ વાયુસેના એકાદમીમાં શનિવારે થયેલા પાસિંગ આઉટ પરેડમાં માવ્યા સુદન એકમાત્ર મહિલા પાયલટના રૂપમાં સામેલ થઇ. વાયુસેનામાં તેને ફ્લાઈંગ ઓફિસરના પદ ઉપર નિયુક્ત કરવામાં આવી. આ દરમિયાન વાયુસેના પ્રમુખ આર કે ભદૌરિયા પણ હાજર રહ્યા હતા. દીકરીની આ સફળતા ઉપર પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. માવ્યામાં પિતા વિનોદ સુદન દ્વારા કહેવામાં આવ્યું કે તેમને ગર્વ અનુભવાઈ રહ્યો છે. તે હવે ફક્ત અમારી જ નહીં દેશની પણ દીકરી છે. અમને સતત શુભકામનાઓના સંદેશ મળી રહ્યા છે.

માવ્યાને હવે એક વર્ષથી પણ વધારે સમય સુધી કઠોર લડાકુ ટ્રેનિંગમાંથી પસાર થવાનું થશે. તેના પહેલા ફ્લાઇટ લેફ્ટિનેન્ટ અવની ચતુર્વેદી, ભાવના કંઠ અને મોહના સિંહ 2016માં બેઝિક ટ્રેનિંગ બાદ ફાઈટર સ્ટ્રીમમાં ફ્લાઈંગ ઓફિસરના રૂપમાં સામેલ થયા હતા. હવે માવ્યા સુદનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઇ ગયું છે.  તમને જણાવી દઈએ કે IAFમાં હાલની અંદર 11 મહિલા ફાઈટર પાયલટ છે જેમને સુપરસોનિક જેટ ઉડાવવાની કઠિન ટ્રેનિંગ લીધી છે.

તો આ ખુશીના પ્રસંગે માવ્યાની માતા સુષ્મા સુદન દ્વારા ખુશી વ્યક્ત કરતા કહેવામાં આવ્યું કે, “મારી છાતી ગર્વથી ફૂલી ગઈ છે. આજે હું ખુબ જ ખુશ છું. મારી દીકરીને તેની મહેનતનું ફળ મળી ગયું. માવ્યાએ અમારું માન વધાર્યું.” માવ્યાની બહેને જણાવ્યું કે માવ્યા સ્કૂલના દિવસોમાંથી જ એરફોર્સમાં જવા માંગતી હતી. તે હંમેશા ફાઈટર પ્લેન ઉડાવવાની વાત કરતી હતી. આજે તેનું સપનું પૂર્ણ થઇ ગયું.

Niraj Patel