નિકાહ કરાવતી વખતે મૌલવીને થઇ શંકા, PAN કાર્ડ જોયું તો ઉડી ગયા હોંશ

ઉર્દુ શબ્દોમાં ફાફડાહટ થતી હતી, જયારે પાન કાર્ડ જોયું તો બધાના હોંશ ઉડી ગયા

યૂપીના મહારાજગંજ એક નિકાહ દરમ્યાન એ વખતે બબાલ મચી, જયારે દુલ્હો મુસ્લિમ નહિ પરંતુ હિન્દુ નીકળ્યો. મૌલવી જયારે નિકાહ કરાવી રહ્યા હતા તો ઉર્દુ બોલતી વખતે દુલ્હો વચ્ચે અટકી જતો હતો જેનાથી મૌલવીને તેના પર શંકા ગઈ.

જયારે દુલ્હા વિશે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તે હિન્દુ છે. તેના પર હંગામો શરુ થઇ ગયો. લોકોએ દુલ્હાને મારવાનું શરુ કરી દીધું. ભાગવાની કોશિશ કરવા પર કેટલાક જાનૈયાઓને પકડી પોલિસને સોંપવામાં આવ્યા.

આ ઘટના કોલ્હુઇ વિસ્તારની છે. એક છોકરી સિદ્ધાર્થનગરના એક છોકરા સાથે સોશિયલ મીડિયા પર મિત્ર બની હતી. બંને વચ્ચે વાતચિત શરુ થઇ. ત્યારબાદ તે છોકરીના ઘરે જવા લાગ્યો. 2 વર્ષ પછી છોકરીના પરિવારે લગ્ન કરવા માટે મંજૂરી આપી હતી. છોકરીને તે છોકરા વિશે બધી ખબર હતી પરંતુ તે ઘર વાળાને કઈ જ કહેવા માંગતી હતી નહિ.

પ્રતિકાત્મક તસવીર

નિકાહ દરમ્યાન દુલ્હો ઉર્દુ શબ્દો બોલતા અટકતો હતો. તે જોઈને મૌલવીને શક ગયો હતો અને મામલો પોલીસ સુધી પહોંચી ગયો. પૂછતાછની સાથે તપાસવાનું પણ શરુ કરી દીધું તો દુલ્હાના પર્સમાંથી તેનું પાનકાર્ડ મળ્યું જેમાં તસવીર તે જ છોકરાની હતી પરંતુ નામ બીજું હતું. દુલ્હા સાથે બીજા જાનૈયાઓ જોડે પૂછતાછ કરતા તેમને કહ્યું કે અમે દુલ્હાના મિત્રો છીએ. તેમજ પોલીસના કહેવા પ્રમાણે દુલ્હાના પરિવારના લોકોનું કહેવું છે કે તેમને આ લગ્ન વિશે કોઈ જાણકારી નથી.

પ્રતિકાત્મક તસવીર

પ્રભારી નિરીક્ષક દિલીપ શુક્લાએ કહ્યું કે દુલ્હા જોડે જાનૈયાઓની પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. બંને પક્ષો વાતચીત કરી રહ્યા છે. બીજા ધર્મનો છોકરો છે એ વાત છોકરીને પહેલાથી જ ખબર હતી. નિકાહ કરાવવાવાળા મૌલવીને આના વિશે કઈ ખબર હતી નહિ જેના લીધે ઝઘડો થઇ ગયો. જો પીડિત પક્ષ ફરિયાદ કરશે તો કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

Patel Meet