ગુજરાતના આ જાણિતા બિઝનેસમેને દીકરાના લગ્નમાં એવી મોંઘીદાટ કંકોત્રી બનાવી કે કિંમત સાંભળીને ખળભળી ઉઠશો

4.5 કિલોની કંકોત્રી જોઈ કોઈ દિવસ? ખજાનામાંથી નીકળેલા સોનાના સંદૂક જેવી બનાવી… 1 કંકોત્રીનો ભાવ જાણીને નીંદર નહિ આવે

અમીર પરિવારમાં જો કોઇના લગ્ન હોય તો ત્યાંની તો વાત જ કંઇક અલગ હોય છે. આવા લગ્નની વાત કરીએ તો, આવા લોકોના લગ્નો મોંઘાદાટ હોય છે. અનેક અમીર વ્યક્તિઓ તેમના કોઇ દીકરા કે દીકરીઓના લગ્નની કંકોત્રીથી માંડીને લગ્નના બધા ફંક્શનો પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેતા હોય છે ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં રાજકોટના જાણિતા ઉદ્યોગપતિના દીકરાના લગ્નની કંકોત્રી જોઇ તમારુ માથુ ચકરાઇ જશે.

આ કંકોત્રી 4 કિલો વુડન બોક્સમાં બનાવવામાં આવી છે અને આ કંકોત્રી કોઇ ખજાનાનો સંદૂક હોય તેવી લાગી રહી છે. કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. મૌલેશ ઉકાણી રાજકોટના જાણિતા ઉદ્યોગપતિ છે. તેમના દીકરા જયના લગ્ન મોરબીની આજવીટો ટાઇલ્સના માલિક અરવિંદભાઇ પટેલની દીકરી હેમાંશી સાથે થઇ રહ્યા છે.

આ લગ્ન 14થી16 નવેમ્બર દરમિયાન રાજસ્થાનના જોધપુરના ઉમેદભવન પેલેસમાં યોજાવાના છે. આ લગ્નની કંકોત્રી બનાવવા પાછળ જાણિતા ઉદ્યોગપતિ મૌલેશભાઇએ લગભગ 7 હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે.

કંકોત્રીમાં 7 પાના છે અને ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમોની ઝાંખી દર્શાવવામાં આવી છે. આ સાથે તેમાં ડ્રાયફ્રૂટ્સ જેમ કે કાજુ બદામ અને કિશમિસ તેમજ ચોકલેટ પણ રાખવામાં આવી છે. આ કંકોત્રીને ખોલતા જ તેમાં રજવાડી પટારા પર શ્રીનાથજીના દર્શન થાય છે અને તે બાદ લગ્નના કાર્યક્રમો દર્શાવવામાં આવ્યા છે. આ કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે, લગ્નમાં 300 લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. રાજસ્થાનમાં કોરોનાને કારણે હાલ સરકારી નિયંત્રણો છે જેને કારણે 300 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે.આ લગ્નમાં મહેમાનોને જે ભોજન પીરસવામાં આવવાનું છે તેનો ચાર્જ લગભગ એક થાળી દીઠ 18 હજાર રૂપિયા છે.

લગ્નના ફંક્શનની વાત કરીએ તો, 14 નવેમ્બરના રોજ મહેંદી રસમ અને ભગવાન દ્વારકાધીશજીની આરતી તેમજ રાત્રિના સમયે ઐશ્વર્યા મજમુદાર દ્વારા પર્ફોર્મન્સ છે. 15 નવેમ્બરના રોજ સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રે બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. અને 16 નવેમ્બરની વાત કરીએ તો, ત્યારે જાજરમાન લગ્ન યોજાશે.

ઉલ્લેખનીય છે કે, આ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને આ લગ્ન જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે. 14, 15 અને 16 નવેમ્બર દરમિયાાન લગ્નના ઘણા કાર્યક્રમો યોજાવાના છે. જેના માટે આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ બુક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જણાવી દઇએ કે લગ્ન માટે 13 નવેમ્બરથી હોટલના 70 રૂમ પણ બુક કરવામાં આવ્યા છે.

રજવાડી ગણાતા અજિતભવન પેલેસના 67 રૂમ પણ ચાર દિવસ માટે બુક કરવામાં આવ્યા છે. આ શાહી અને મોંઘાદાટ લગ્ન માટે રાજકોટથી જોધપુુર ત્રણ ચાર્ટર ફ્લાઇટ પણ જવાની છે. દુલ્હાના 150 અને દુલ્હનના 150 એમ 300 લોકોને લગ્નનું આમંત્રણ પણ આપવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતની સૌથી મોંઘી હોટલમાંની એક છે ઉમેદભવન પેેલેસ. અહીં 50 હજાર રૂપિયા કે તેથી વધુ એક રાતનું ભાડુ હોય છે. અમુક કેટેગરીના રૂમનું ભાડુ તો બે-ત્રણ લાખ પણ હોય છે. અહીંના હનિમુન સ્યુટનું ભાડુ 7.5 લાખ રૂપિયા પ્રતિનાઇટ છે. જણાવી દઇએ કે, આ મહેલનો કેટલોક ભાગ તાજ હોટલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે.

Shah Jina