આ છે આપણા દેશના લોકો ! દીકરીઓની સામે બસમાં યુવકે કર્યું હસ્ત મૈથુન, ફરિયાદ બાદ પોલીસે પકડ્યો અને જામની મળતા જ થયું ભવ્ય સ્વાગત, જુઓ વીડિયો

બસમાં છોકરીઓની સામે અશ્લીલ હરકતો કરીને જેલમાં ગયેલા આરોપીને જામીન મળતા આવ્યો જેલની બહાર, લોકો હાર લઈને સ્વાગત કરવા ટોળે વળ્યાં, જુઓ વીડિયો

Masturbating in front of Women : ગુજરાત સમેત દેશભરમાં મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડના મામલાઓ સતત સામે આવતા રહે છે. ઘણા એવા લોકો પણ હોય છે જે બેખોફ થઈને જાહેર સ્થળો પર જ યુવતી અને મહિલાઓની છેડતી કરે છે અને અશ્લીલ હરકતો પણ કરતા હોય છે. ત્યારે ઘણીવાર કેટલાક લોકો તેમના વિરુદ્ધ અવાજ પણ ઉઠાવે છે તો ઘણા લોકો શાંત બનીને તમાશો પણ જોતા હોય છે.

તાજેતરમાં કેરળમાં KSRTC બસમાં મહિલાઓની સામે અભદ્ર કૃત્ય કરવા બદલ પોલીસે સવાદ શા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ આ વ્યક્તિનું ફૂલની માળા પહેરાવીને હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓએ આ કૃત્યની આકરી ટીકા કરી છે. ઈન્ડિયા ટુડે અનુસાર, સાવદ પર આરોપ લગાવનારી મહિલાનું કહેવું છે કે જેઓ આરોપી સાથે આવું વર્તન કરે છે તેઓ કહેવા માંગે છે કે મહિલાઓએ તેમની સાથેના ખરાબ વર્તન પર પ્રતિક્રિયા ન આપવી જોઈએ.

ઓલ કેરળ મેન્સ એસોસિએશનના સભ્યોએ સવાદ શાને ટેકો આપ્યો હતો અને જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેને હાર પહેરાવ્યો હતો. આ બાબત અંગે ઓલ કેરળ મેન્સ એસોસિએશનના વડા વટ્ટીયોરકાવુ અજિત કુમારે જણાવ્યું હતું કે, “અમે પહેલા તો મહિલાને સમર્થન આપ્યું હતું, પરંતુ બાદમાં એક યુટ્યુબરે અમને જાણ કરી કે આ ઘટના નકલી છે. ત્યાર બાદ અમે તે વિડિયોને ફરીથી ચેક કર્યો. અને મહિલાના બેકગ્રાઉન્ડ વિશે તપાસ કરી.”

તેમને આગળ જણાવ્યું કે, “તમે વિડિયોમાં પણ જોઈ શકો છો કે તે કેટલી સ્માર્ટ રીતે શૂટ કરવામાં આવી હતી. તે આરોપ લગાવી રહી છે કે સાવદ તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવી રહ્યો છે, પરંતુ વીડિયોમાં ક્યાંય પણ આ પ્રકારની કોઈ હિલચાલ દેખાતી નથી.” જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ મેન્સ એસોસિએશનના લોકોએ સવાદ શા માટે ભવ્ય પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો એક યુવતી બસમાં બેસીને કોચી જઈ રહી હતી. આ દરમિયાન મહિલા સીટ પર બેસીને એક પુરુષ અશ્લીલ હરકતો કરવા લાગે છે. મહિલાએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને આમ ના કરવાનું કયું.  બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સાવદ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.

18 મેના રોજ બનેલી ઘટના અંગે મહિલાએ કહ્યું હતું કે, “તે આવીને મહિલા સીટ પર બેઠો હતો. તેણે મને અયોગ્ય રીતે સ્પર્શ પણ કર્યો. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેણે તેના પેન્ટની ઝિપ ખોલી અને અશ્લીલ હરકતો કરવા લાગ્યો. આ પછી, જ્યારે મહિલાએ બસ કંડક્ટરને ફરિયાદ કરી, તો તે ભાગવા લાગ્યો, પરંતુ તેને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો.

Niraj Patel