સુરતમાં પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાધો, મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

“મારા ભાઈ મને બોલાવતા નથી” રાત્રે જ પરિવારે આપઘાત કરીને ભાઈને મોકલી ગળે ફાંસો ખાધેલી તસવીર, ભાઈએ સવારે જોયું તો ઘરમાં હતી 3-3 લાશ, જુઓ સમગ્ર મામલો

Mass Suicide Of Three Members  : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણીવાર તો આખા પિરવારના સામુહિક આપઘાતની ઘટના સામે આવતા જ ચકચારી મચી જતી હોય છે. હાલ એક એવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં એક જ પરિવારના 3 લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરતા પહેલા તેમને એક વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલ પોલીસે તેમના મોબાઇલમાંથી કબ્જે કર્યો છે.

આ ઘટના સામે આવી છે સુરતના લીંબાયત વિસ્તારમાંથી. જ્યાં પતિએ પહેલા પત્ની અને દીકરાને ઝેર પીવડાવી દીધી અને પછી પોતે પણ ગળે ટુંપો ખાઈને મોતને વહાલું કરી લીધું હતું.  ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. જયારે સવારે 7.15 કલાકે તેમના ભાઈ ઘરે આવ્યા ત્યારે તેમને આ પ્રકારના બનાવની જાણ થઇ હતી.

મોતને ભેટનારા ત્રેણય લોકોમાં 40 વર્ષીય સોમેશ ભીક્ષાપતી ઝીલ્લા, તેની 28 વર્ષીય પત્ની અંબિકા ઊર્ફે નિર્મલા સોમેશ ઝીલ્લા અને 7 વર્ષનો દીકરો ઋષિ સોમેશ સામેલ છે. સોમેશે આપઘાત કરતા પહેલા ગળે ફાંસો ખાતો એક ફોટો ભાઈના વૉટ્સઍપમાં મોકલી આપ્યો હતો અને સાસુને ત્રણ વાગ્યા પછી સોરી અમ્મા લખેલો વોટ્સએપ પર મેસેજ મોકલી આપ્યો હતો. જેના બાદ સવારે તેના ભાઈનો મેસેજ જોતા પહેલા ફોન કર્યો હતો. પરંતુ ભાઈએ ફોન રિસીવ ના કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા.

સવારે ઘરે દોડી આવીને જોયું તો તેમના ભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા અને તેના ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા. જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો. આ ઘટનાને લઈને કંટ્રોલ રૂમમાં જાણ કરતા જ લીંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.  પોલીસે તપાસ કરતા મૃતકના ખિસ્સાંમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં એક મોબાઈલ નંબર અને પાસવર્ડ લખવામાં આવ્યા હતા.

પોલસીએ મોબાઈલ તપાસ કરતા તેમાંથી એક વીડિયો મળી આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, “મને મારા ભાઈ બોલાવતા નથી મને કોઈ સામાજિક પ્રસંગમાં ગણતા નથી જેનું મને મન દુઃખ છે.” ત્યારે હવે પોલીસ આ આપઘાતના મામલાનું સાચું કારણ શોધવામાં લાગી ગઈ છે. પરિવાર કોઈ પાસેથી વ્યાજે નાણાં લઈને ફસાયો નહોતો તેની પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Niraj Patel