અમેરિકી સિંગરે પહેલા ગાયુ રાષ્ટ્રગીત અને પછી સ્ટેજ પર કર્યા PM મોદીના ચરણ સ્પર્શ- જુઓ વીડિયો

જુઓ વીડિયો: ગર્વની વાત ભાઈ ભાઈ…PM મોદીને મળી અભિભૂત થઇ અમેરિકી સિંગર મેરી મિલબેન, ‘જન ગણ મન’ ગીત ગાયા બાદ ચરણ સ્પર્શી લીધા PMના આશીર્વાદ

Mary Millben touches PM Modi’s feet : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની પોતાની રાજકીય યાત્રી પૂરી કર્યા બાદ શુક્રવારે સાંજે રવાના થયા હતા. પોતાની આ યાત્રાના છેલ્લા દિવસે તે વોશિંગ્ટનમાં ઘણા કાર્યક્રમમાં સામેલ થયા. રોનાલ્ડ રીગન સેંટરમાં આયોજિત પ્રવાસી ભારતીયોના કાર્યક્રમમાં એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય સિંગર મેરી મિલબેન PMથી ઘણી પ્રભાવિત થઇ. ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગાયા બાદ તેણે PM મોદીના ચરણ સ્પર્શી આશીર્વાદ લીધા.

PM મોદીએ પણ તેમને પોતાની તરફથી ખૂબ સમ્માન આપ્યુ અને તેમની પ્રશંસા કરી. ટ્વિટર પર મિલબેને કહ્યુ- આજે પ્રધાનમંત્રી મોદી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ કાબા કોરોસી, રિચર્ડ ગેરે, એનવાઇસીના મેયર એરિક એડમ્સ, યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રચિરા કંબોજ સાથે હોવું સમ્માનની વાત છે. તેમણે કહ્યુ- આ મહત્વની યાત્રા માટે તમે અમેરિકા આવ્યા, આનાથી અમે ઘણા ખુશ છીએ.

આ પહેલા પીએમ કેનેડી સેંટરમાં યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ટોચની અમેરિકન અને ભારતીય કંપનીઓના અધિકારીઓને સંબોધિત કર્યા હતા. પોતાનું પરફોર્મન્સ આપવા આવેલ ફેમ સિંગરે કહ્યું કે તે વડાપ્રધાન મોદીને મળીને ખૂબ જ ખુશ છે અને ભારતીય પીએમને મળવું તેના માટે સન્માનની વાત છે. વડાપ્રધાન ઈજિપ્તમાં બે દિવસ રોકાશે, તેઓ ઈજિપ્તની રાજકીય મુલાકાતે છે.

રાજધાની કાહિરા પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વોશિંગ્ટન એરપોર્ટ પર અમેરિકી પ્રશાસન વતી તેમને સરકારી વિદાય આપવામાં આવી હતી. કેટલાક લોકોએ તેમને ભેટ આપી. ઇજિપ્તની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, PM પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં જીવ ગુમાવનારા બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina