એક લગ્ન આવા પણ, સાઇકલ લઈને કન્યાના ઘરે પહોંચ્યો વરરાજા, મહેમાનોના ઘરે ઝોમેટોથી પહોંચ્યું જમવાનું, જુઓ તસવીરો

કોરોના કાળમાં લગ્નની પ્રથા બદલાઈ ગઈ છે. આજે લગ્નની અંદર સરકારના નિયમ અનુસાર ગણતરીના લોકોનો જ સમાવેશ કરવામાં  આવે છે. ત્યારે ઘણા લોકો લગ્ન માટે અનોખા જુગાડ પણ અપનાવતા હોય છે. આવા ઘણા લગ્નો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બનતા હોય છે. હાલ એવા જ એક લગ્નની ચર્ચાઈ ચાલી રહી છે.

પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં એક વરરાજા 18 કિમી સાઇકલ ચલાવીને લગ્ન કરવા કન્યાના ઘરે પહોંચ્યો. આ નજારો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રસ્તામાં લોકો વરરાજા સાથે ફોટો પડાવતા પણ જોવા મળ્યા હતા. પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો ઉપરાંત શહેરમાં વધી રહેલા પ્રદૂષણને જોઈને વર સંદીપન અને તેના પરિવારે આ નિર્ણય લીધો હતો.

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને Google મીટમાં મહેમાનો માટે ઑનલાઇન લગ્નમાં હાજરી આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે લગ્નની મહેફિલ માટેનું ભોજન પણ ઝોમેટો દ્વારા કોલકાતા અને મુંબઈમાં મહેમાનોને પહોંચાડવામાં આવ્યું હતું. લગ્નમાં ઓનલાઈન આવેલા મહેમાનોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

આ અવસર પર સંદીપન અને અદિતિએ કહ્યું કે ઓનલાઈન લગ્નથી લઈને ખાવાનું પહોંચાડવા સુધીનું બધું જ સારું થયું. શરૂઆતમાં તે ખૂબ જ ટેન્શનમાં હતો, કેવી રીતે થશે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સમગ્ર કાર્યક્રમ સુરક્ષા સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો. સંદીપન એક બિઝનેસમેન છે અને તેની પત્ની અદિતિ કોલકાતામાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે.

આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. સાઇકલ ચલાવતા વરરાજાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ લગ્નથી વરરાજા અને વરરાજાના પરિવારના સભ્યો સંપૂર્ણપણે ખુશ છે. સંદીપન કહે છે કે લગ્નના સમયથી જ લોકોને પ્રદૂષણ મુક્ત વાતાવરણ બનાવવાનો સંદેશ આપવો વધુ જરૂરી છે. આમ કરવાથી આ સમસ્યાઓ તરફ લોકોનું ધ્યાન દોરવામાં આવશે. તે જ સમયે, અદિતિ પહેલા સાઇકલના વિચાર સાથે સહમત ન હતી પરંતુ પછીથી તેણે સંદીપનના ઇરાદાને સમર્થન આપ્યું.

Niraj Patel