પતિને છૂટાછેડા આપી આ મહિલાએ કર્યા હતા તેના સાવકા દીકરા સાથે લગ્ન, લોકો બોલ્યા- લજાવી નાખી દુનિયા

પોતાના દીકરાથી જ પ્રેગ્નેટ થઇ આ મહિલા, લગ્ન કરવા પતિને હાલતો કરી દીધેલો…જુઓ તસવીરો

દુનિયાભરમાં લગ્ન અને છૂટાછેડા થવા હવે કોઇ નવી વાત નથી રહી. ઘણીવાર પતિ-પત્ની એકબીજાથી અલગ થાય છે અને પછી તેઓ બીજાને પોતાનો જીવનસાથી પણ પસંદ કરતા હોય છે. જો કે, ઘણીવાર એવા એવા રિલેશન કે લગ્નની વાત સામે આવે છે, જે ચોંકાવી દેનારી હોય છે. ઘણીવાર એવા લગ્ન સામે આવે છે કે પતિ-પત્ની વચ્ચે ઉંમરનો ઘણો ફરક હોય છે. હાલમાં લગ્નનો એવો કિસ્સો સામે આવ્યો છે,

જેમાં ઉંમરનો તફાવત તો ઠીક પણ મહિલા અને તે પુરુષ વચ્ચે એવો સંબંધ પહેલા હતો કે જે જાણી લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. રશિયાની રહેવાસી મરિના ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફ્લુએન્સર તરીકે લોકપ્રિય છે. પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહેતી મરિના આ દિવસોમાં કેટલાક અલગ-અલગ કારણોસર ચર્ચામાં છે. જો કે તેની પાછળનું કારણ ઘણું ચોંકાવનારું છે. 35 વર્ષની મરિનાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને હવે તેના જ 20 વર્ષના સાવકા દીકરા સાથે લગ્ન કરી લીધા હતા.

આ સમાચાર સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મરિનાએ તાજેતરમાં તેના 20 વર્ષના પુત્ર વ્લાદિમીર સાથેના લગ્નના સમાચાર જાહેર કર્યા હતા. વાસ્તવમાં મરિનાએ 13 વર્ષ પહેલા વ્લાદિમીરના પિતા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે વ્લાદિમીર માત્ર 7 વર્ષનો હતો. મરિના અને તેના પતિને કોઈ સંતાન નહોતું, પણ બંનેએ 5 બાળકોને દત્તક લીધા હતા. આ દરમિયાન તેણે માત્ર વ્લાદિમીરને જ ઉછેર્યો. થોડા વર્ષો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા અને તે પછી મરિના તેના સાવકા દીકરાની નજીક આવી.

જો કે, આ મુદ્દો અહીં સમાપ્ત ન થયો. મરિના લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઈ ગઇ હતી. હવે તે પોતાના જ સાવકા દીકરાના બાળકની માતા બનવા જઈ રહી છે. મરીનાના પૂર્વ પતિએ આરોપ લગાવ્યો હતો કે છૂટાછેડા પહેલા બંને વચ્ચે સંબંધો શરૂ થઈ ગયા હતા, પરંતુ મરિના કહે છે કે તે તેની નજીક પતિથી છૂટાછેડા પછી જ આવી હતી. મા-દીકરાનો સંબંધ દુનિયામાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. પરંતુ બદલાતા વાતાવરણમાં આવા અનેક ચોંકાવનારા સમાચાર સામે આવે છે,

જેના વિશે જાણીને ચોંકી જવાય છે અને આ કિસ્સો આનું જ ઉદાહરણ છે. વ્લાદિમીર યુનિવર્સિટીની રજાઓમાં આવતો ત્યારે મરિના અને તે બંને નજીક આવ્યા અને પતિની પીઠ પાછળ બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા અને મરિના ગર્ભવતી થઇ. મરિનાએ પોતાના સાવકા પુત્રના પ્રેમમાં પતિને છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2020માં છૂટાછેડા લીધાના થોડા દિવસો પછી તેણે સાવકા પુત્ર વ્લાદિમીર સાથે લગ્ન કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા.

આટલું જ નહીં મરિનાએ એ પણ જણાવ્યું કે તે વ્લાદિમીરના બાળકની માતા બનવા જઈ રહી છે. આ ક્ષણે, મરિના અને વ્લાદિમીરને એક પુત્રી છે, જેની ઉંમર 2 વર્ષથી વધુ છે. જો કે, મરિના ઓગસ્ટ 2022માં ફરીથી ગર્ભવતી થઈ, પરંતુ તેણે ઇન્સ્ટા પર બાળક વિશે કોઈ અપડેટ શેર કર્યું નહિ. બીજી તરફ મરિનાના પતિનો આરોપ છે કે તેણે મારા પુત્રને પોતાની જાળમાં ફસાવ્યો છે. જો કે, મરિના અને તેના પતિ વ્લાદિમીર તેમના નવા જીવનથી ખૂબ જ ખુશ છે અને તેમની તસવીરો સોશિયલ સાઇટ્સ પર શેર કરતા રહે છે.

Shah Jina