કોરોના વોરિયર : આ બીમારીથી ઝઝૂમી રહ્યા છે તો પણ બીજા સુધી પહોંચાડી રહ્યા છે ઓક્સિજન સિલિંડર

સમગ્ર દેશ જયારે કોરોનાની મહામારીના આ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યો છે અને કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે તેવામાં ઘણી જગ્યાએ ઓક્સિજન અને બેડની કમીના સમાચાર વહેતા થતા હોય છે તો આવામાં એક 48 વર્ષિય વ્યક્તિ મંજૂર મહેમૂદ જે પોતે અસ્થમાના દર્દી છે તેઓ છેલ્લા 3 વર્ષોથી ઓક્સિજન પર છે. તેઓ આ કપરા કાળમાં લોકોની મદદ કરી રહ્યા છે.

Image source

મંજૂરે ડીએનએને કહ્યુ, માણસાઇને કારણે જો હું કોઇ સુધી ઓક્સિજન પહોંચાડુ અને કોઇનું જીવન બચાવી શકુ અથવા તો તેને થોડી પણ રાહત મળે તો હું પોતાને સારો મહેસૂસ કરીશ. હું પોતે અસ્થમાનો દર્દી છું અને જાણુ છુ કે જયારે સેચુરેશન લેવલ ઓછુ થઇ જાય તો એક દર્દી માટે ઓક્સિજનનો શુ મતલબ હોય છે. આ એક નાનું કામ છે જે હું લોકો માટે કરુ છુ.

Image source

તેઓ આગળ કહે છે કે, હું ઘરે નથી બેસી શકતો, હું કામ કરુ છુ અને પરિવાર માટે કમાવું છુ. તેઓ મારા પર નિર્ભર છે. પરિવારનો ખર્ચ છે એટલે મારે બહાર આવવું પડે છે. હું ઇચ્છુ છુ કે મારા બાળકો આ દુનિયામાં કંઇ કરે. મંજૂર પોતે એક ઓક્સિજન સિલિંડર 24/7 પોતાની સાથે રાખે છે. તેમને સંક્રમણનો ખતરો વધુ છે. કારણ કે તેમના ફેફસા પહેલાથી જ નબળા છે. પરંતુ તેઓ માત્ર દર્દી સુધી ઓક્સિજન સિલિંડર પહોંચાડતા જ નથી પરંતુ જરૂર પડે તેને રીફિલિંગ પણ કરાવી આપે છે.

Image source

મંજૂર અહમદ જરૂરિયાતમંદ કોરોના દર્દીઓને ઓક્સિજન સિલિંડર પહોંચાડવા માટે એક નાનો ટ્રક ચલાવે છે. આ મહામારીમાં તેઓ ઓક્સિજનની જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરે છે. તેઓ કહે છે કે મને ખબર છે કે, જેમની પાસે ઓક્સિજનની જરૂર હોવા પર તે ઉપલબ્ધ નથી થતા તો તેમને કેવી પરેશાનીઓથી ગુજરવું પડે છે.

Shah Jina