કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાને સરકારી હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે માર્યો ડંડો, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો

કોરોના વાયરસના સમયમાં આપણે હોસ્પિટલોની પરિસ્થતિનો અનુભવ કર્યો છે, ત્યારે હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પણ એક એવા જ અનુભવનું વર્ણન કર્યું છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે તે એક સરકારી હોસ્પિટલમાં ગયા ત્યારે તેમને ત્યાંના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ડંડો મારવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 31 ઓગસ્ટની રાત્રે દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં ઓળખ બદલ્યા બાદ સારવાર કરાવવા પહોંચ્યા હતા. ત્યાં તેમને ગેટ પર સિક્યુરિટી ગાર્ડે ડંડો માર્યો હતો. તેમણે કહ્યું કે, તેમણે હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે અચાનક જ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ વાતનો ખુલાસો તમને ગુરુવારે સફદરજંગ હોસ્પિટલમાં ચાર આરોગ્ય સુવિધાઓના ઉદ્ઘાટન દરમિયાન કર્યો હતો.

આ બાબતે તેમને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “CGHS સેવાની સિસ્ટમને ચકાસવા માટે હું એક સામાન્ય દર્દી બની દિલ્હીની એક ડિસ્પેન્સરીમાં ગયો. મને ખુશી છે કે ત્યાં કામ કરતા ડોક્ટર અરવિંદ કુમારજીની ડ્યૂટી પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા અને તેમની સેવાની ભાવના પ્રેરણાદાયી છે. પોતાના કાર્ય પ્રત્યે તેમના સમર્પણની હું પ્રશંસા કરું છું.” આ કામથી પ્રભાવિત થઈને મનસુખ માંડવીયાએ સારવાર કરનાર ડોક્ટર અરવિંદ કુમારને બીજા દિવસે મંત્રાલયમાં બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું. ડોક્ટરને લખેલા પત્રમાં સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું, “તમારી નમ્રતા, કુશળતા અને કામ પ્રત્યેનું સમર્પણ દેશભરના તમામ ડોકટરો માટે પ્રેરણા છે.”

આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આગળ લખ્યું હતું કે,  “જો દેશના તમામ CGHS ડોક્ટરો, અન્ય ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમની પાસે આવતા દર્દીઓની સમાન સંવેદનશીલતા સાથે સારવાર કરે, તો આપણે સાથે મળીને પ્રધાનમંત્રી મોદીનું ‘સ્વસ્થ ભારત’નું સ્વપ્ન પૂરું કરી શકીશું.”

તો સિક્યુરિટી ગાર્ડના ડંડો મારવા ઉપર પણ સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “એક સામાન્ય દર્દી તરીકે તેમની અચાનક મુલાકાતમાં જ્યારે તેઓ બેન્ચ પર બેસવા જતા હતા ત્યારે સુરક્ષાકર્મીએ ડંડો માર્યો હતો અને તેમને ત્યાં બેસવા દીધા ન હતા. મેં જોયું કે ઘણા દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રેચર અને અન્ય તબીબી સહાય મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.”

આ ઉપરાંત તેમને એક વૃદ્ધ મહિલાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે એક વૃદ્ધ મહિલા પોતાના પુત્ર માટે સ્ટ્રેચર મેળવવા માટે ગાર્ડને કહી રહી હતી, પરંતુ તેમને તે પણ ન મળ્યું. તેમને આ ઘટનાની જાણકારી પીએમ મોદીને પણ આપી હતી અને તેઓ પણ આ ઘટના સાંભળીને હેરાન રહી ગયા હતા અને પૂછ્યું કે, “શું ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે નહીં?” ત્યારે આ વાત ઉપર માંડવિયાએ કહ્યું હતું કે, “તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી કારણ કે, તેઓ માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

Niraj Patel