ખબર

રૂપ સુંદરીની માયા જાળમાં ગાંધીનગરનો લાલો લૂંટાયો! પેલીએ ખુબ મીઠી વાતોમાં એવો ભરાવ્યો કે લાંબો થઈ ગયો, અધધધધ લાખ….

આજે મોટાભગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને આજે સોશિયલ મીડિયાનું જ વ્યવસાન બધાને બની ગયું છે. નજીક રહેલા લોકોના સંપર્કમાં લોકો ઓછા અને દૂર રહેલા ઓનલાઇન લોકોના સંપર્કમાં લોકો વધુ રહેવા લાગ્યા છે, ત્યારે આજે સોશિયલ મીડિયા દ્વારા જ લોકોને છેતરવાની કામગીરી પણ મોટાપાયે ચાલતી જોવા મળે છે. સોશિયલ મીડિયામાં લોકોને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવામાં આવતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના ગાંધીનગરમાંથી સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના માણસામાં એક યુવકને સોશિયલ મીડિયા ઉપર નેહા પટેલ નામની પ્રોફાઈલ ધરાવતી એક રિકવેસ્ટ આવી હતી. સોશિયલ મીડિયામાં વાત કર્યા બાદ બંનેએ એકબીજાના નંબર આપલે કર્યા હતા. જેના બાદ બંને વાત કરતા કરતા એક બીજાની નજીક આવવા લાગ્યા અને બંને વચ્ચે અંગત વાતો પણ થવા લાગી.

યુવક પહેલાથી જ પરણિત હતો, પરંતુ પત્ની સાથે મનમેળ નહોતો, જેના કારણે ઓનલાઇન આવેલી આ રિકવેસ્ટ પાછળ યુવક ભરમાઈ ગયો. જેના બાદ યુવતીએ પણ યુવકને મીઠી મીઠી વાતોમાં ફસાવ્યા કર્યો અને રૂપિયાની જરૂરિયાત હોય માંગણી કરવાનું શરૂ કર્યું. યુવક પણ ધીમે ધીમે તેની પાછળ આંધળો બનીને રૂપિયા આપતો રહ્યો.

આ રીતે યુવકે એક પછી એક કરીને કુલ 9 લાખ રૂપિયા જેટલી રકમ યુવતીને ટ્રાન્સફર કરી દીધી. જેના બાદ યુવતીએ વાત કરવાની જ બંધ કરી દીધી. યુવકે યુવતીનો ઘણો સંપર્ક કર્યો પરંતુ કોઈ સંપર્ક ના થયા બાદ યુવકને પોતે છેતરાયો હોવાનું લાગતા તેને અજાણી યુવતી સામે  પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે પોલીસ હવે સાઇબર ક્રાઇમની મદદ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કામ પાછળ કોઈ ગેંગ છે કે કેમ. મોટાભાગે આવી ગેંગ દ્વારા એકલા રહેતા યુવકોને મહિલાનું એકાઉન્ટ બનાવી રિકવેસ્ટ મોકલવામાં આવતી હોય છે અને પછી મોબાઈલ નંબરની આપ લે કર્યા બાદ વીડિયો કોલમ અશ્લીલ હરકતો કરી સ્ક્રીન રેકોર્ડ કરવામાં આવે છે અને પછી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પણ પડાવવામાં આવે છે.