અભિનેતા મનોજ બાજપેયીના માથે તૂટ્યો દુઃખોનો પહાડ, માતાનું અચાનક નિધન થતા જ શોકમાં ડૂબ્યો અભિનેતા, હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ

નથી રહી મનોજ બાજપેયીની માતા: ગીતા દેવીનું 80 વર્ષની ઉંમરમાં થયું નિધન, લાંબા સમયથી હતી બીમાર

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી રહી છે, ક્યાંક કોઈ અભિનેતાને અકસ્માત નદી રહ્યો છે, તો ક્યાંક કોઈ અભિનેતાનું નિધન થાય છે, તો ઘણા અભિનેતાના નજીકના વ્યક્તિનું પણ નિધન થતા જ ચાહકો પણ શોકમાં ડૂબે છે, હાલ બોલીવુડના ખ્યાતનામ અભિનેતા મનોજ બાજપેયીની માતાનું નિધન થયું હોવાની ખબર સામે આવી છે.

મનોજની માતા ગીતા દેવીનું 80 વર્ષની ઉંમરમાં નિધન થયું છે, તે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા, જેના બાદ ગત રોજ વહેલી સવારે તેમને છેલ્લા શ્વાસ લીધા. ગીતાદેવીને છેલ્લા ઘણા સમયથી ઉંમર સંબંધિત સમસ્યાઓ હતી, જેના કારણે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર પણ ચાલી રહી હતી. પરંતુ ગુરુવારના રોજ તેમની તબિયત વધારે ખરાબ થવાના કારણે તેમનું નિધન થયું.

પોતાના દિલની સૌથી નજીક એવી માતાના નિધન બાદ મનોજ અને તેનો પરિવાર ખરાબ રીતે તૂટી ગયો છે. અભિનેતા હાલ તેના પરિવારને સાચવી રહ્યો છે. થોડા સમય પહેલા ગીતા દેવીની સારવાર દિલ્હીની પુષ્પાજલી મેડિકલ સેન્ટર અને મેક્સ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં થઇ રહી હતી. જેના બાદ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને મનોજ તેની માતાને મળવા માટે હોસ્પિટલ પણ પહોંચ્યો હતો.

મનોજ બાજપેયીની માતાના નિધનની જાણકારી અશોક પંડિતે ટ્વીટ કરીને આપી છે. તેમને પોતાની ટ્વીટમાં લખ્યું, “મનોજ બાજયેપી તમારી આદરણીય માતાના દુઃખદ નિધન પર તમને અને તમારા આખા પરિવારને અમારી હાર્દિક સંવેદનાઓ, ઓમ શાંતિ.” જણાવી દઈએ કે અભિનેતાએ થોડા વર્ષો પહેલા તેના પિતાને પણ ગુમાવ્યા હતા. તે તેના માતા-પિતાની એકદમ નજીક હતો. ઘણા પ્રસંગોએ તે તેની માતાની વાતોનું પુનરાવર્તન પણ કરતો જોવા મળ્યો છે.

Niraj Patel