ઓ ભાઈ, તમે મંજુ ‘માસી’નો ફોનનો અનોખો વાયરલ કરાર જોયો કે નહિ? 3 શરતોનું પાલન કરવું જ પડશે નહિ તો થશે સજા
Manju Masi unique phone contract : આજે મોટાભાગના લોકોના હાથમાં તમને સ્માર્ટફોન જોવા મળશે અને સ્માર્ટફોન દ્વારા જ લોકો દુનિયાભરમાં ઘરે બેઠા બેઠા પણ જોડાયેલા રહેતા હોય છે. પરંતુ મોબાઈલ ફોનની લત ઘણા લોકોને એવી લાગી જાય છે કે તેમેં એક સેકેંડ પણ ફોન વિના ચાલતું નથી. ઘણીવાર મોબાઈલ ફોનના લીધે જ વાલીઓ આપણને ફટકારતા પણ હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં મોબાઈલ ફોનને લાગતો એવો જ એક એગ્રીમેન્ટ વાયરલ થઇ રહ્યો છે, જેમાં મંજુ માસીએ કેટલીક શરતો રાખી છે.
ઘરના સભ્યો માટે બનાવ્યો એગ્રીમેન્ટ :
વાયરલ થઈ રહેલ આ કરાર સંપૂર્ણપણે હિન્દીમાં કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘હું, મંજુ ગુપ્તા, મારા પરિવારના સભ્યો માટે કેટલાક નિયમો બનાવી રહી છું કારણ કે મને અહેસાસ થયો છે કે મારા પરિવારના સભ્યો મારા કરતા તેમના મોબાઈલની નજીક બની ગયા છે.’ 1. ઘરની દરેક વ્યક્તિ સવારે ઉઠીને ફોનને બદલે સૂર્યદેવના દર્શન કરશે. 2. ઘરના તમામ સભ્યોએ સાથે ડાઇનિંગ ટેબલ પર જમવાનું રહેશે અને આ દરમિયાન તેમના ફોન તેમનાથી 20 ડગલાં દૂર રહેશે.”
ફોન ના વાપરવાના નિયમો બનાવ્યા :
મંજુમાસીએ છેલ્લા નિયમમાં લખ્યું છે ” 3. બાથરૂમનો ઉપયોગ કરતી વખતે, તમારે તમારો ફોન બહાર રાખવો પડશે જેથી તે રીલને બદલે તેનું કામ કરી શકે. હવે જે આ નિયમનું પાલન નહીં કરે તે એક મહિના સુધી ઘરની અંદર સ્વિગીમાંથી કંઈપણ ઓર્ડર કરી શકશે નહીં.” આ એગ્રીમેન્ટનનીતસવીરને X પર @clownlamba નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં દરેક પ્લેટફોર્મ પર તે ખુબ જ વાયરલ થઇ રહી છે.
યુઝર્સની આવી પ્રતિક્રિયા :
જ્યારથી આ પોસ્ટ શેર કરવામાં આવી છે, ત્યારથી તેને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “મારી માસીએ ઘરના દરેકને આ કરાર પર હસ્તાક્ષર કરાવ્યા.” એક યુઝરે કહ્યું, “મંજુ માસી પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસનનું માનવીય સંસ્કરણ છે.” અન્ય એક વ્યક્તિએ કહ્યું, “મંજુ આંટી ઉદાહરણ દ્વારા અગ્રેસર છે.” બીજાએ કહ્યું, “હું એ વાંચવાની રાહ જોઈ રહ્યો હતો કે કરારના ભંગ બદલ શું દંડ થશે અને હું નિરાશ ન થયો!”
my maasi made everyone in the house sign this agreement 😭 pic.twitter.com/hnEfo5JELH
— Jesus (@clownlamba) January 3, 2024