મંદિરા બેદીના પતિ અને ફિલ્મમેકર રાજ કૌશલે 30 જૂને છેલ્લો શ્વાસ લીધો હતો. હાર્ટ અટેકથી રાજ કૌશલનું નિધન થયું હતું. રાજના અચાનક નિધન થવાના કારણે મંદિરા તૂટી ગઈ હતી. પતિની અંતિમ વિદાયમાં મંદિરા બેદી ખુબ જ રડતી નજર આવી હતી. મંદિરાએ રાજ કૌશલ સાથેની સુંદર તસવીરો શેર કરીને રાજ કૌશલને યાદ કર્યા હતા.
ટ્વિટર પર મંદિરાએ રાજની સાથે તસવીરો પોસ્ટ કરીને તેનું નિકનેમ લખ્યું હતું અને તૂટેલું હાર્ટ મૂક્યું હતું. આ તસવીરની સાથે મંદિરાએ લખ્યું , ‘RIP મેરે રાજી.’ તેની સાથે મંદિરાએ દિલ તુટવાવાળું ઈમોજી પણ મૂક્યું હતું. થોડા સમય પહેલા મંદિરાએ ટ્વિટર પર રાજની સાથે એક અનદેખી તસવીર શેર કરી હતી.
View this post on Instagram
મંદિરાના પોસ્ટ પર તેના ફોલોઅર્સે સાંત્વના આપવાની કોશિશ કરી રહ્યા હતા. મંદિરાએ ઇન્સ્ટાગ્રામ પર પણ રાજ કૌશલની તસવીરો શેર કરી હતી. તેની સાથે મંદિરાએ કોઈ કેપ્શન લખ્યું હતું નહિ ખાલી તૂટેલા દિલનું ઈમોજી મૂક્યું હતું. તેની પહેલા મંદિરા બેદીએ તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પ્રોફાઇલને ડિલીટ કરી દીધી હતી.
મંદિરાએ કઈ પણ લખ્યા વગર પતિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે રાજ કૌશલ મૃત્યુના થોડા દિવસ પહેલા સોશ્યિલ મીડિયા પર એક્ટિવ હતા અને તેમણે મિત્રો સાથે પાર્ટીની તસવીરો પણ શેર કરી હતી. અને તેમનું અચાનક મૃત્યુ થવું તે બધાને હેરાન કરી દીધા હતા.
રાજ કૌશલે ‘પ્યારમેં કભી-કભી’, ‘શાદી કે લડ્ડૂ’ જેવી ફિલ્મોને ડાયરેક્ટ અને પ્રોડ્યૂસ કરી હતી. રાજ કૌશલના નિધનની ખબરે બધાને ચોંકાવી દીધા હતા. તે સમયે મંદિરા બેદી તેના પતિના અંતિમ સંસ્કાર કરતી નજર આવી હતી. જેની તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.
રાજ કૌશલને જયારે હાર્ટ અટેક આવ્યો ત્યારે મંદિરા બેદી તેમની સાથે જ હતી. રાજે 29 જૂનની સાંજે મંદિરાને કહ્યું હતું કે તેમને કંઈક તકલીફ થઇ રહી છે. ત્યારબાદ 30 જૂનની સવારે હાર્ટ અટેક આવી ગયો હતો. હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું.
મંદિરા અને રાજના લગ્ન 14 ફેબ્રુઆરી 1999ના રોજ થયા હતા. બંનેની પહેલી મુલાકાત 1996માં મુકુલ આનંદના ઘરે થઇ હતી. બંનેને એક છોકરો અને છોકરી પણ છે.
#rip my Raji 💔 pic.twitter.com/xL3sx0BONd
— mandira bedi (@mandybedi) July 5, 2021