ખબર

ભારતમાં અહીં જોવા મળી દુર્લભ ‘સોનેરી બતક’, સીએમ પણ રહી ગયા હેરાન, શેર કર્યો વીડિયો

સૃષ્ટિ ઉપર એવા ઘણા દુર્લભ જીવો છે, જે ભાગ્યે જ જોવા મળતા હોય છે. ઘણા જીવ જોઈને આપણને પણ કુતુહુલ થાય, હાલ એક એવું કે બતક અરુણાચલ પ્રદેશના જોવા મળ્યું. આ સોનેરી બતક જોઈને સીએમ પણ હેરાન રહી ગયા હતા.

Image Source

વેસ્ટર્ન યુરોપ અને યુએસના પ્રવાસી પક્ષી મંદારિન બતકને હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં સ્પોટ કરવામાં આવ્યું. આ વાતની જાણકારી અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખંડુએ એક વીડિયો ટ્વીટ કરીને આપી છે. તે પોતે પણ આ સોનેરી બતકને જોઈને હેરાન રહી ગયા હતા.

Image Source

આ મંદારિન બતક ઇસ્ટ પ્લેકર્ટિક મૂળ પરચિંગ બતકની એક પ્રજાતિ છે જેને હાલના શરૂઆતના અઠવાડિયામાં અરુણાચલ પ્રદેશમાં જોવામાં આવ્યું. આ બતકનો એક વીડિયો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરલમેન્ટ, ફોરેસ્ટ એન્ડ કલાઇમેન્ટ  ચેન્જ દ્વારા પણ ટ્વિટર ઉપર શેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ મુખ્યમંત્રી પેમાએ પણ આ વીડિયોને પોસ્ટ કર્યો અને લખ્યું કે તે ખુશ છે.

Image Source

18 સેકેન્ડના આ વીડિયોમાં મંદારિન બતક તળાવની અંદર બીજી બતક સાથે તરી રહી છે. પશ્ચિમી યુરોપ અને યુએસના પ્રવાસી બતકને અરુણાચલ પ્રદેશના દિરંગ ઘાટીની પાસે મોનપાસમાં જોવામાં આવી જેને વન વિભાગ અને સ્થાનિક લોકોએ તેના સંરક્ષણ માટે સફળ કોર્ડીનેશન કરી રાખ્યું છે.

મુખ્યમંત્રી પેમ ખેંડુંએ મંદારિન બતક વિશે ટ્વીટ કરતા લખ્યું છે કે તે સારો અનુભવ કરી  રહ્યા છે અને તેને જોઈને ખુશ છે. તેમને લખ્યું કે મંદારિન બતક દુનિયામાં સૌથી વધારે સુંદર માનવામાં આવે છે જેને અરુણાચલમાં બે વાર  સ્પોટ કરવામાં આવી છે.  પહેલા શીખે લેક પાસે જોવામાં આવી અને હવે દિરાંગ વેલીના મિયોન્ગ નદીની પાસે જોવામાં આવી.