સૌથી મોટો મુચ્છડ કોણ ? અહીંયા યોજાઈ દાઢી મૂંછની અનોખી પ્રતિયોગિતા, તસવીરો થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

દુનિયાની અંદર ઘણી અજીબો ગરીબ પ્રતિયોગિતાઓ યોજાતી હોય છે, જેની ઘણી તસ્વીર અને વીડિયો પણ સામે આવતા હોય છે, આ પ્રતિયોગિતા જોઈને ઘણા લોકો હેરાન પણ રહી જાય છે અને એવું થાય છે કે આવી પણ કોઈ પ્રતિયોગિતા હોઈ શકે છે ? ત્યારે હાલ એવી જ એક પ્રતિયોગિતાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

જર્મનમાં દાઢી-મૂંછ પ્રતિયોગિતા 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતાને લઈને લોકો પણ ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. જર્મની ઉપરાંત નેધરલેન્ડ્સ, ઇટલી, સ્વીત્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા અને ઇઝરાયલના લોકોએ પણ આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા.

આ પ્રતિયોગિતામાં ભાગ લેવા વાળા લોકો પોતાની મોટી મોટી મૂંછો અને દાઢી સાથે આવી પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય પ્રતિયોગી જર્મનીમાં એ જાણવા માટે આવે છે કે કોની પાસે સૌથી સારી મૂંછો અને દાઢી છે.

જર્મનીના દક્ષિણ-પૂર્વી કસવા રેગિંગ આમ જેમાં આ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી, જેનો લોકોએ ભરપૂર આનંદ પણ ઉઠાવ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રતિયોગિતામાં 100 પ્રતિસ્પધીઓએ ભાગ લીધો હતો.

ઓસ્ટ્રિયાથી નોબર્ડ ડોપ પણ જર્મન મૂંછો અને દાઢી ચેમ્પિયનશિપ 2021 માટે પહોંચ્યા હતા. તેમનો ગેટઅપ લોકો માટે ચર્ચાનો વિષય પણ બન્યો હતો.

કુદરતી મૂંછો, ટ્રિમ કરાવેલ દાઢી-મૂંછ, જેવી અલગ અલગ પ્રતિયોગિતા થઇ હતી. એ લોકો વચ્ચે પણ મુકાબલો હતો જે પોતાના વાળની અંદર જેલ કે બીજું કઈ નથી લગાવતા અને જેમની દાઢી મૂંછો પણ નેચરલ હોય છે.

રિપોર્ટ પ્રમાણે જર્મનીના East Bavarian Beard and Moustache Club આ પ્રતિયોગિતા કરાવે છે. તેના અધ્યક્ષ ક્રિસ્ટીયાની ફીચ દ્વારા કહેવામાં આવ્યું કે દાઢીની દેખરેખ સૌથી જરૂરી વસ્તુ હોય છે. તેને પારખવા માટે પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે.

જો કે આ પ્રતિયોગિતામાં કોઈ પણ ભાગ લઇ શકે છે, પરંતુ ચેમ્પિયનશિપ જીતવા માટે જર્મન Moustache Clubનું સદસ્ય હોવું કે પછી જર્મન નાગરિક હોવું જરૂરી હોય છે.

વિજેતા જાહેર કરવાના નિર્ણય માટે સાત જજની પેનલ બનાવવામાં આવે છે. જે વાળ કાપવા અને તેની સ્ટાઇલ કરવા માટે એક્સપર્ટ હોય છે. આ પ્રતિયોગિતામાં અલગ અલગ દેશમાંથી આવેલા લગભગ 100 જેટલા લોકોએ ભાગ લીધો હતો.

Niraj Patel