Goat Farming : દેશના અલગ અલગ વિસ્તારોના ખેડૂતો તેમની આવક વધારવા માટે અલગ-અલગ કામ કરી રહ્યા છે. આજે અમે તમને મહારાષ્ટ્રના પૂણેના દૌંડના એક વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ, જેણે 36 વર્ષની ઉંમરે ગોટ ફાર્મિંગમાંથી કરોડો રૂપિયા કમાવવાનો નુસખો શોધી કાઢ્યો છે. માંસ માટે પાળનારી બકરીનો ધંધો શરૂ કરવા પૂણેના આ યુવકે પર્સનલ લોન લીધી. તેણે જણાવ્યુ કે, જો પોલ્ટ્રી કે ડેરી બિઝનેસમાંં તમારી પ્રોડક્ટ સમયસર ન વેચાય તો તમને નુકશાન થઇ શકે છે.
પણ બકરી પાલનમાં જો પ્રોડક્ટ સમય પર ન વેચાય તો પણ તમને નુકશાન નથી થતુ, ફાયદો જ થાય છે. 36 વર્ષીય મરાઠી યુવક નિલેશ જાધવે જણાવ્યું કે જો બકરી સમયસર ન વેચાય અને 1 મહિના પછી વેચવામાં આવે તો તેની કિંમત વધી જાય છે. બકરી ઉછેર શરૂ કરવા માટે તેણે 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી અને તે પછી તેણે ગોટ ફાર્મિંગ શરૂ કર્યુ. સરકારી નોકરીવાળા પરિવારમાં જન્મેલા આ યુવક 15 વર્ષથી બકરી ઉછેરનો ધંધો કરે છે,
તેણે જણાવ્યું કે બકરી ઉછેરના આ વ્યવસાયમાં લગભગ 10 વખત આવી પરિસ્થિતિઓ આવી જ્યારે તેને લાગ્યું કે હવે બકરી ઉછેરનો વ્યવસાય બંધ કરી દેવો જોઈએ, પરંતુ તેણે હાર ન માની અને બકરી ઉછેરના ધંધામાં પોતાનો જુસ્સો ચાલુ રાખ્યો. નિલેશ જાધવે પુણેના દૌંડમાં બકરી ઉછેરની શરૂઆત કરી છે. કપિલા કૃષ્ણા ગોટ ફાર્મના કામકાજની શરૂઆત 200 ઉસ્માનબાદી બકરીઓથી શરૂ થઈ હતી. ઓગસ્ટથી ડિસેમ્બર સુધી બોઅર બકરીઓની પ્રજનન ઋતુ હોય છે. બોઅર બકરીઓમાં મધ્યમ કદના બકરાને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે.
નિલેશ જાદવે જણાવ્યું કે એકવાર બકરીનું બચ્ચું સ્વસ્થ રીતે જન્મે છે અને તેની સારી સંભાળ રાખવામાં આવે છે, તો તેના શુક્રાણુઓની ગુણવત્તા સારી હોય છે અને તેના માંસની ગુણવત્તા પણ સારી હોય છે. શરૂઆતથી જ સારી નસ્લના બકરાનું યોગ્ય રીતે પાલન-પોષણ કરવું જોઈએ. જો તમે બકરીનું માંસ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવા માંગતા હોવ તો તમારે બકરીના ઉછેર અને કસરત પર વધુ ધ્યાન આપવું પડશે.
જે લોકો બકરી ઉછેર કરે છે તેઓએ વધુ સારી જીન્સ બ્રીડ લઈને તેના પર સખત મહેનત કરવી જોઈએ, કારણ કે તેનાથી તમને સારા પૈસા મળી શકે છે. 2,00,000 કમાવવા માટે તમારે તેના પર રોકાણ પણ કરવું પડશે. હાલમાં નિલેશના ફાર્મમાં લગભગ ₹6-7 કરોડના બકરાં છે. જ્યાં બજારમાં મટન ₹600-700 કિલો વેચાય છે ત્યાં તે કહે છે કે અમારા મટનને 1000 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચીએ છીએ.
નેશનલ હાઈવેથી લગભગ દોઢ કિલોમીટરના અંતરે ખુલેલા બકરી ફાર્મ અંગે નિલેશે જણાવ્યું હતું કે, આ બકરી ફાર્મ સુધી લોકોને પહોંચવામાં શરૂઆતમાં 1 થી 2 વર્ષ લાગે છે, તેથી તમારે આટલું વિચારીને જ કામ શરૂ કરવું જોઈએ. એકવાર લોકો જાણવાનું શરૂ કરે છે, તે પછી ગ્રાહકો જાતે જ તમારા સુધી પહોંચે છે.