સુરતના સેલૂટ ગામના મેદાનમાં ક્રિકેટ રમતા રમતા અચાનક જ થયું કિશન પટેલનું મોત, જાણો આખો મામલો

સુરતમાં જિંદગીની મેચ હાર્યો પટેલ યુવક, ક્રિકેટ રમતા રમતા થયુ મોત, મૃત્યુનું કારણ છે ખુબ જ ડરામણું- જાણો અંદરની વિગત

ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી મોતના એવા એવા કિસ્સા સામે આવે છે, જેને સાંભળી આપણે પણ હેરાન રહી જઇએ છીએ. થોડા દિવસો પહેલા રાજકોટમાં એક જ દિવસે બે યુવકોના મોત નિપજ્યા હતા અને તેનું કારણ હાર્ટ એટેક હતુ. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોને હાર્ટઍટેક આવ્યો હતો અને તેને કારણે તેમના મોત થયા હતા.

એક યુવકને ક્રિકેટ રમતી વખતે બોલ છાતીના ભાગે વાગ્યો અને તે બાદ પણ તેણે રનર રાખીને મેચ રમવાનું ચાલુ રાખ્યું હતુ અને પછી કારમાં જઈ બેસી ગયા બાદ તેને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બીજા યુવકને ફૂટબોલ રમતી વખતે હાર્ટઍટેક આવ્યો હતો અને આ ઘટનામાં તેનું પણ મોત નિપજ્યુ હતુ. ત્યારે હાલમાં સુરતથી આવા એક સમાચાર સામે આવ્યા છે.

શેખપુર ગામના એક યુવકનું ક્રિકેટ રમતા રમતા મોત નીપજ્યું. જેને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. સુરતના જહાંગીરપુરાનો યુવક કામરેજના શેખપુર ગામે રવિવારે ક્રિકેટ રમવા ગયો હતો અને ત્યારે તે રમતા રમતા અચાનક બેભાન થઈ ગયો, જે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો પણ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

પ્રતિકાત્મક તસવીર

આ યુવકનું નામ કિશન પટેલ હોવાનું સામે આવ્યુ છે. કિશન પટેલ રવિવારના રોજ મિત્રો સાથે ઓલપાડના સેલૂટ ગામના મેદાનમાં ક્રિકટ રમવા માટે ગયો હતો અને આ દરમિયાન જ તેની સાથે આવી ઘટના બની હતી.

Shah Jina