કેનેડામાં રહેતી દીકરીને અચાનક સરપ્રાઈઝ આપવા માટે ભારતથી કેનેડા ગયા પપ્પા, સર્જાયા એવા ભાવુક દૃશ્યો કે જોઈને તમે પણ રડી પાડશો, જુઓ

પોતાના પરિવારથી દૂર સાત સમુદ્ર પાર રહેતી દીકરીને પિતા ભારતથી પહોંચ્યા સરપ્રાઈઝ આપવા, સર્જાયા ભાવુક કરી દેનારા દૃશ્યો, જુઓ વીડિયો

Dad gave his daughter a surprise in Canada : આપણા દેશમાંથી ઘણા લોકો વિદેશ જતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પણ વિદેશમાં ભણવા માટે અને કમાવવા માટે જાય છે, ત્યારે ભણવા જતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ખર્ચ પૂર્ણ કરવા માટે કામ પણ કરતા હોય છે, ત્યારે તેમને પરિવારની યાદ આવતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પિતા પોતાની દીકરીને સરપ્રાઈઝ આપવા માટે જાય છે.

કેનેડામાં રહેતી એક છોકરી પોતાના પિતાને અચાનક સામે જોઈને પોતાના આંસુ રોકી શકતી નથી. તે જ સમયે, પિતાના ચહેરા પરના હાવભાવ ઓછા ભાવનાત્મક નથી. પિતા કેનેડામાં અભ્યાસ માટે રહેતી પુત્રીને ભારતમાંથી અચાનક મુલાકાત લઈને આશ્ચર્યચકિત કરે છે અને આ સુંદર ક્ષણ કેમેરામાં કેદ થઈ જાય છે.

આ ઈમોશનલ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું છે કે, ‘જ્યારે મેં મારા પિતાને જોયા, ત્યારે મારું હૃદય આનંદથી ઉછળી ગયું. ભારતથી કેનેડા આવીને તેમણે મને આશ્ચર્યચકિત કરી દીધી. આ મારા જીવનની સૌથી આનંદની ક્ષણ છે. જ્યારે પપ્પાએ દરવાજામાં પગ મૂક્યો, ત્યારે હું ચોંકી ગઈ અને ભાવુક થઈ ગઈ. મને વિશ્વાસ ન હતો કે તે મને મળવા આટલું લાંબુ અંતર કાપીને અહીં આવ્યા હતા. આવા સારા પિતા મળવા માટે હું ખૂબ જ ભાગ્યશાળી માનું છું. તમારો ખૂબ ખૂબ આભાર પપ્પા.”

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પિતા ધીમે ધીમે સ્ટોરનો દરવાજો ખોલે છે જ્યાં તેમની પુત્રી કામ કરે છે અને અંદર જાય છે. પિતાને અચાનક પોતાની સામે જોઈને દીકરી પોતાની જાત પર કાબૂ રાખી શકતી નથી અને તે જોરથી રડવા લાગે છે, તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગે છે. શ્રુત્વા દેસાઈએ વીડિયોના પીઓવીમાં લખ્યું છે કે, તમારા પિતા ભારતથી કેનેડા આવીને તમને આશ્ચર્યચકિત કરી દે છે. હું દોઢ વર્ષ પછી મારા પિતાને મળી રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Shrutva🤍 (@shrutva_desai)

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને 2 લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. આ ઈમોશનલ વીડિયોએ ઈન્ટરનેટ પર લાગણીઓનું પૂર લાવી દીધું છે. તેને જોનારા પણ ભાવુક થઇ રહ્યા છે. કોઈએ કોમેન્ટમાં લખ્યું છે કે, ‘ભગવાન આશીર્વાદ આપે છે. ઘણા વર્ષો પછી અને આ ગીત વિશે ઘણી વાર્તાઓ હોવા છતાં, મારી આંખોમાં આંસુ આવી ગયા. કોઈ પણ પિતા તેની પુત્રીથી ક્યારેય વિખૂટા ન પડે તેવી પ્રાર્થના છે.

Niraj Patel