ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જિહાદમાંથી ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મળેલી જાણકારીના આધારે અહીંના મોહમ્મદ રઈસ નામના યુવકે વિકાસ બનીને હિન્દૂ યુવતી સાથે દોસ્તી કરી અને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેનું ઉત્પીડન કરવાની કોશિશ કરી હતી. જ્યારે રઈસની હકીકતની જાણ યુવતીને થઇ તો તેણે સંબંધ તોડી નાખ્યા હતા.

જો કે તેનાથી નારાજ રઈસે યુવતીના પિતાનું માથું ઘડથી અલગ કરી દેવાની ધમકી આપતા યુવતીને પોતાની સાથે મોકલવાની વાત કહી હતી. ધમકી મળ્યા બાદ પીડિત પરિવાર ખુબ જ ડરી ગયો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.યુવતીના પિતાએ જણાવ્યું કે રઇસ પોતાની દીકરીને તેની સાથે મોકલવા માટે ધમકી આપી રહ્યો છે, જયારે તેઓએ ઇન્કાર કર્યો તો ધડથી માથું અલગ કરવાની ધમકી આપી હતી અને પોતાની દીકરીની ખરાબ તસવીરો અને વીડિયો વાયરલ કરવાની વાત કહી હતી.
યુવતિના પિતાએ કહ્યું કે આરોપીએ 23 ઓગસ્ટના રોજ પોતાની દીકરીની આપત્તિજનક તસવીરો પોતાના વોટ્સએપ સ્ટેટસના રૂપે પોસ્ટ કરી હતી અને આગળ પણ ખરાબ તસવીરો ઇન્ટરનેટ પર લીક કરવાની ધમકી આપી હતી.આરોપી ગાજિયાબાદનો રહેનારો હતો પીડિતાના પિતાએ કહ્યું કે 18 જુલાઈના રોજ રઇસે તેને અને પત્નીને ઘેરી લીધા હતા.
સાથે જ દીકરીને પોતાની પાસે મોકલવાની ધમકી આપી હતી. આ સિવાય તેની પત્નીને પણ ધમકાવતા કહ્યું કે જો યુવતીને તેની પાસે નહિ મોકલો તો બંનેને જાનથી મારી નાખીશ. એવામાં ફરિયાદ પર પોલીસે મોહમ્મદ રઈસ પર આઇપીસીની ધારા 366ના આધારે મામલો દાખલ કર્યો હતો અને બાદમાં 2000ની ધારા 67ના આધારે એક અન્ય કેસ દાખલ કર્યો અને ત્યાર બાદ રઇસની ધરપકડ પણ કરવામાં આવી હતી.
#baghpatpolice
थाना खेकड़ा पुलिस ने थाने के मु0अ0सं0 368/22 धारा 506 भादवि व 67ए आईटी एक्ट से सम्बन्धित नामजद अभियुक्त रहीस पुत्र अजीज को हिरासत में लिया। pic.twitter.com/lugknuGdS9— Baghpat Police (@baghpatpolice) September 2, 2022
પોલીસના આધારે પહેલા પણ રઇસને અન્ય એક યુવતીના પરિવારની ફરિયાદ પર જેલ મોકલવામાં આવી ચુક્યો હતો. જો કે બાદમાં યુવતીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે યુવક સાથે પ્રેમસંબંધમાં હતી અને તે પોતાની મરજીથી તેની સાથે ગઈ હતી, માટે તેને છોડી મુકવામાં આવ્યો હતો.