આ યુવકને મળી ગુગલની નોકરી, ઘરે આવી મમ્મી અને પત્નીને આપી એવી સરપ્રાઈઝ કે જોઈને તમે પણ ખુશ થઇ જશો, વાયરલ થયો વીડિયો

દીકરો ગૂગલમાં નોકરી લઈને ઘરે આવ્યો,  પછી મમ્મી અને પત્નીના રિએક્શન હતા જોવા જેવા, વીડિયો દિલ જીતી લેશે, જુઓ

દરેક માતા પિતા માટે સૌથી વધારે ખુશીની ક્ષણ એ હોય છે જ્યારે દીકરો નોકરીએ લાગી જાય.  પોતાના સંતાનોને સારી નોકરી મળતા જ ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જતો હોય છે. દરેક વ્યક્તિ માટે તેની ડ્રિમ જોબ મેળવવી પણ એક સપના સમાન હોય છે અને તે મળી જાય તો તેની ખુશી પણ સાતમા આસમાને પહોંચી જતી હોય છે, તમે ઇન્ટરનેટ પર ઘણા લોકોના વીડિયો જોયા હશે જેમાં તે પોતાની ડ્રિમ જોબ મેળવતા જ ખુશ થઇ જતા હોય છે.

આવી જ એક કહાની કેરળના એક વ્યક્તિની છે, જેને ઘણા અસફળ પ્રયાસો પછી ગૂગલમાં તેની સપનાની નોકરી મળી. સૌથી સારી વાત એ છે કે તેણે આ ખુશખબરી શેર કરતી વખતે તેના પરિવારના સભ્યોની સુંદર પ્રતિક્રિયા કેપ્ચર કરી. UI/UX ડિઝાઇનર અને લેખક એડવિન રોય નેટ્ટો તાજેતરમાં જ પ્રોડક્ટ ડિઝાઇનર તરીકે Google સાથે જોડાયા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું કે કેવી રીતે તેને 2013થી ઘણી વખત ટેક જાયન્ટ દ્વારા નકારવામાં આવ્યો, પરંતુ પ્રયાસ ચાલુ રાખ્યો.

તેણે જણાવ્યું કે જ્યાં સુધી તેને Google દ્વારા નોકરીની ઓફર કરવામાં ન આવી ત્યાં સુધી તેણે તેની કુશળતા અને રિઝ્યુમ પર કામ કરવાનું ચાલુ રાખ્યું. આખરે જ્યારે તેને ઇન્ટરવ્યુ આપવાની પરવાનગી આપવામાં આવી, ત્યારે તેણે તેની માતા અને પત્નીની પ્રતિક્રિયાઓ કેમેરામાં કેદ કરી, જેઓ ખૂબ જ આનંદિત દેખાય છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં શ્રી નેટો પ્રથમ તેની માતા પાસે જતા જોવા મળે છે, જેણે તેના પાલતુ શ્વાનને પકડી રાખ્યો છે. માતા પૂછે છે, “તમે કેમ હસો છો?” જેના પર તેની પત્ની પૂછે છે, “શું તમે Google માં પસંદ થયા છો?”

જ્યારે તે હા કહે છે, ત્યારે તેની માતા શ્વાન સાથે ખુશીથી નાચે છે, જ્યારે તેની પત્ની તેને ગળે લગાવે છે અને અભિનંદન આપે છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘હું 2013થી ગૂગલને અરજી કરી રહ્યો છું. મેં દર વર્ષે અરજી કરી. મારી પાસે મારી અરજીનો પુરાવો છે. દર વર્ષે, જ્યારે મને કોઈ જવાબ ન મળે, ત્યારે હું તપાસ કરતો હતો કે મારી સાથે શું ખોટું થયું છે.”

 

View this post on Instagram

 

A post shared by Advin Roy Netto (@advinroynetto)

મેં મારા રિઝ્યુમ અને પ્રોર્ટફોલિયોમાં બદલાવ કરવાનો પ્રયત્ન કર્યો અને એક નિર્ધારતી બિંદુ પર પહોંચ્યા બાદ મને લાગ્યું કે મારી પાસે એક પ્રતિષ્ઠિત કોલેજની ડિગ્રી નથી. જે એક કારણ હોઈ શકે છે. તેના પર મારો કંટ્રોલ નથી. પરંતુ મારા પોર્ટફોલિયોમાં સુધારો અને પછી કરવા પર મારો કંટ્રોલ છે. તો ઘણા અસફળ પ્રયાસો બાદ હું અહીંયા છું.”

Niraj Patel