પીએમ મોદીની સભામાં મોટો અકસ્માત સર્જાતા માંડ માંડ બચ્યો, સભામાં સ્ક્રૂ- બોલ્ટ નીકાળતો નજરે ચઢ્યો એક યુવક- જુઓ વીડિયો

હાલમાં સમગ્ર ગુજરાત સહિત દેશમાં જો કોઇ ઘટનાની વધારે ચર્ચા થઇ રહી હોય તો તે છે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના. આ ગોઝારી દુર્ઘટનામાં અનેક લોકોએ લોકોે જીવ ગુમાવ્યા છે. છત્તાં પણ લોકો બોધપાઠ શીખતા નથી. મોરબી દુર્ઘટના બાદ દ્વારકામાંથી ઠાસી ઠાસીને યાત્રીઓ બોટમાં ભરાતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો, તે બાદ દ્વારકા જિલ્લાનું તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને બોટ માલિકો વિરૂદ્ધ એક્શન લીધુ હતુ. ત્યારબાદ હવે વધુ એક વીડિયો વાયરલ થયો છે,

જેમાં જોઇ શકાય છે કે પીએમ મોદીની બનાસકાંઠાની જાહેર સભામાં એક યુવક અજીબ વર્તન કરી રહ્યો છે. આ વીડિયો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. પીએમ મોદીની થરાદમાં યોજાયેલી સભામાંએ એક યુવક સ્ક્રૂ- બોલ્ટ ચોરી કરતો નજરે ચઢ્યો હતો. થરાદમાં યોજાયેલ પીએમ મોદીની સભામાં આવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પીએમની સભામાં હજારોની ભીડને જોતા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને દરેક જગ્યાએ સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા.

જો કે, પ્રશાસનના કેમેરાની નજર આ યુવક પર ગઈ નહિ. પરંતુ ત્યાં હાજર કોઈએ આ યુવકની હરકતનો વીડિયો કેદ કરી લીધો અને પછી આ વીડિયો વાયરલ થઇ ગયો. પીએમ મોદીની સભા માટે જે મંડપ બંધાયેલો હતો તે નાના નાના સ્ક્રૂ- બોલ્ટના કારણે ટકેલો હોય છે, ત્યારે આ યુવક તે નીકાળતો નજરે પડ્યો હતો. ત્યારે એક ભૂલના કારણે અનેક નિર્દોષ લોકોનો જીવ પણ જઈ શકતો હતો. બનાસકાંઠાના થરાદમાં પીએમની સભામાં આવેલ આ યુવક પ્રધાનમંત્રીના ભાષણ વખતે મંડપની એંગલનો સ્ક્રૂ- બોલ્ટ કાઢી રહ્યો હતો.

ત્યારે યુવક પર કોઇની નજર પડી અને તેણે આ યુવકની હરકતને કેમેરામાં કેદ કરી લીધી હતી. જો કે, યુવકના આ કૃત્યને કારણે મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત અને હજારોની ભીડ વચ્ચે આ રેલિંગ પડી ગઈ હોત તો નાસભાગ પણ મચી ગઇ હોત. જો કે, સારુ છે કે આવી કોઇ ઘટના બની ન હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina