ગર્લફ્રેન્ડ બનવાની નોકરી ! વર્ષનું પેકેજ છે 3 કરોડ રૂપિયા…કામ ખાલી બસ ફરવાનું અને સાથે રહેવાનું

આપણે 21મી સદીમાં આવી ગયા છીએ અને દુનિયાભરમાં મહિલાઓની સ્થિતિ ઘણી બદલાઇ ચૂકી છે. છોકરીઓ હવે પહેલા જેવી નથી રહી, તે ભણી-ગણી છોકરાઓની બરાબર આવી ચૂકી છે. મોટાભાગની મહિલાઓ આત્મનિર્ભર બની ચૂકી છે. એવામાં જો તમને કોઇ એવી છોકરી વિશે કહે કે તે તેના બધા ખર્ચ બોયફ્રેન્ડ પાસે કરાવે છે, તો ચોક્કસથી થોડી મિનિટ માટે તમે હેરાન રહી જશો.

ન્યુયોર્ક પોસ્ટના રીપોર્ટ અનુસાર, 25 વર્ષિય યેલેના લેલા (Yelena Lala) આવી જ છોકરી છે. તેણે તેના માટે અલગ જ કરિયર પસંદ કર્યુ છે. આમ તો ભણેલી ગણેલી છે પણ તે પોતાના પર એક પણ પૈસા વાપરવા નથી માગતી અને પોતાના બધા બિલ્સ બોયફ્રેન્ડ સાથે ભરાવડાવે છે. તેનું કહેવુ છે કે તે કોઇ ચિંતા કરવા નથી માગતી અને બધા બિલ બોયફ્રેન્ડ સાથે ભરાવે છે.

યેલેનાએ તેના બોયફ્રેન્ડનું નામ તો જાહેર નથી કર્યું પણ તેણે કહ્યું કે તે 34 વર્ષનો છે અને ન્યૂયોર્કના ટેક ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તે તેને પ્રાઈવેટ જેટ દ્વારા તાજેતરમાં જ મળવા આવ્યો હતો. જણાવી દઇએ કે, યેલેના અને તેના બોયફ્રેન્ડની સપ્ટેમ્બર 2020માં વાતચીત શરૂ થઈ અને ત્યારથી તે તેને ફાઇનાન્શિયલ રીતે સહયોગ આપી રહ્યો છે. તેઓ સાથે હરે-ફરે છે અને અત્યાર સુધીમાં 55 જુદા જુદા દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે.

પોતાના બોયફ્રેન્ડની અમારીની વાત કરતા યેલેના કહે છે કે તે ગમે ત્યારે ફરવા નીકળી પડે છે. યેલેના કોઈ કામ નથી કરતી પણ પોતાને વ્યસ્ત રાખવા માટે તે આરામથી સૂવે અને ઉઠે છે. તે કહે છે કે તે હંમેશા આરામદાયક જીવન જીવવા માંગતી હતી. તેનું માનવું છે કે મહિલાનું ધ્યાન રાખવું એ પુરુષનું કામ છે. જો તે તેને પ્રેમ કરે છે તો તે તેના જીવનસાથીની સંભાળ લેશે. કુલ મળી તેનો મકસદ એ છે કે તે બિંદાસ જીવન જીવે, પૈસાન પરવાહ કર્યા વગર.

Shah Jina